તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં 75 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકા પોલીસે તેની હદના વિસ્તારમાંથી દરોડા પાડી વિદેશી દારૂની 83,263 નંગ બોતલ તથા 144 પાઉચ ઝડપી પાડ્યાં હતાં. દારૂના જથ્થાનો નાશ કરવા માટે મંજૂરી મળી જતાં બુધવારે કડકીયા કોલેજ પાસેના જુના આમલાખાડી બ્રિજ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

એએસપી રવિ મોહન શૈની, એસડીએમ આર.કે.ભગોરા, મામલતદાર મનુ પટેલ, જિલ્લા આબકરી અને નશાબંધી અધિકારી, તાલુકા પીઆઈબીએલ વડુકર સહિતના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બોટલો પર રોલર ફેરવી નાશ કરાયો હતો. એસડીએમ આર.કે.ભગોરા જણાવ્યું હતું કે, 75 લાખ રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો છે.

83 હજાર કરતાં વધારે દારૂની બોટલો પર બૂ઼લડોઝર ફેરવવામાં આવ્યું

તાલુકા પોલીસે વિવિધ સ્થળોએથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...