તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંકલવાની શાળામાં બાળકોને બેગનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકાના આંકલવા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને દફતર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરીબ બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુસર અંકલેશ્વરના દાતાઓએ તેમને દફતરનું દાન કરી ભણતર પ્રત્યે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રસંગે ગ્રામજનો તથા દાતાઓ રહી બાળકોને શિક્ષણ મેળવવાની પ્રેરણા પુરી પાડી હતી.

જ્યોતિ કલેક્શનના માલિક મણિલાલ પટેલ તરફથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓને દફતરનું દાન કરી તેમને સહાય કરવામાં આવી હતી. અધ્યક્ષ શોભના પટેલ તથા ઉપાધ્યક્ષ ચંદ્રસિંહ પટેલે વિદ્યાર્થીઓને બેગનું વિતરણ કર્યુ હતું. પ્રસંગે શાળા પરિવારએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય હિરેન પટેલે ઉપસ્થિત સર્વેને અભિનંદન પાઠવ્યા હતાં.

દાતાઓએ દાન કરી ભણતર પ્રત્યે ઉત્સાહ વધાર્યો

ધો. 1 થી 8માં ભણતા વિદ્યાર્થીઓને સહાય

અન્ય સમાચારો પણ છે...