તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર ખાતે અમરનાથના મૃતકોને NCP દ્વારા શ્રધ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંએનસીપીના કાર્યકરોએ ત્રણ રસ્તા સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવી અનંતનાગમાં આતંકવાદી હુમલામાં મોતને ભેટેલાં યાત્રીઓને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. પાર્ટીના આગેવાનો અને કાર્યકરોઅે આતંકવાદને ડામી દેવા સરકાર કડક પગલાં ભરે તેવી માંગ કરી હતી.

એનસીપીના કાર્યકરોએ સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી.જમ્મુ કાશ્મીર તેમજ કેન્દ્ર સરકાર પાસે અમરનાથ યાત્રા પર હુમલો થવાની માહિતી હોવા છતાં સરકાર હુમલો નિષ્ફળ બનાવામાં તથા યાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્રણ રસ્તા સર્કલ ખાતે કેન્ડલ પ્રગટાવી મૃતક અમરનાથયાત્રીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યાં હતાં. કાર્યકરોએ આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. પ્રસંગે વિપુલ પરમાર, રજનીશ સિંગ, સંજય પ્રજાપતિ, પિયુષ પટેલ, આરીફભાઈ, પ્રીતિ પંડયા, હિના પંડયા સહીત કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતાં.

આતંકવાદ નાબુદ કરવા એનસીપીએ કરેલી માંગણી

ત્રણ રસ્તા સર્કલ ખાતે કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...