તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીયા પોલીસે ફરાર થયેલાં કેદીઓના ફોટા જાહેર કર્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયાનજીક પોલીસ કર્મચારીને બંધક બનાવી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયેલાં બે કેદીઓના ફોટા પોલીસે જાહેર કર્યાં છે. ઘટનામાં મદદગારી કરનારા 4 મળી કુલ 6 આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લા જેલના બે આરોપીઓ કે જેની પર અગાવ 22 જેટલા ગુન્હામાં સંડોવાયેલા છે અને બે વખત પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા છે તેવા ખૂંખાર આરોપીઓ બ્રીજભુષણ મીથીલાધીશ પાંડે અને સંતોષસીંગ અમલાસીંગને એમ.પી પોલીસના ત્રણ જેટલા જવાનો લઈ અંકલેશ્વર સુધી અવંતિકા એક્ષપ્રેસ ટ્રેનમાંઆ આરોપીઓ સાથે વાલિયા કોર્ટમાં આવ્યા હતાં.

સુનાવણીમાં સમય હોવાથી ચાર રસ્તા પર કારમાં નાસ્તો કરવા ગયેલા ત્યાંથી પરત આવતા આરોપીઓએ અપહરણ કરી પોલીસ કર્મચારીઓના બંદુક લમણે મૂકી ઢોરમાર મારી રસ્તે ઉતારી નાસી છૂટ્યા હતા.જેમાં બંને કારના ડ્રાઈવર અને રસ્તેથી બીજા 2 લોકો પણ આમાં સામેલ થતાં કુલ 6 વિરુદ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમા મનુરૂપસિંગ શ્રીદેવચંદ માલવી એચસી ઈન્દોર ડીઆરપી લાઇન હેડ ક્વાર્ટરે ફરિયાદ નોંધાવી છે.

કોર્ટમાં તારીખ હોવાથી મધ્યપ્રદેશથી લવાયાં હતાં

બે કેદીઓ સહિત 6 આરોપી સામે ફરિયાદ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...