તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર રોટરી દ્વારા અભ્યાસ છોડી દેનાર દિકરીઓ પુન: અભ્યાસ કરાવ્યો

અંકલેશ્વર રોટરી દ્વારા અભ્યાસ છોડી દેનાર દિકરીઓ પુન: અભ્યાસ કરાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરરોટરી ક્લબ દ્વારા વુમન એમ્પાવરમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં વધુ 46 દીકરી એસ.એસ.સી પરીક્ષા પાસ કરી છે. રોટરી ક્લબ દ્વારા અભ્યાસ છોડી દીધેલી દીકરી માટે ફરી અભ્યાસ માટે પ્રેરણા આપી ખાસ પ્રોજેકટ ચલાવાઇ રહયો છે.

શાળા અભ્યાસ છોડી દીધો હોય તેવી કિશોરી અને યુવતીઓ તથા પરણિતાઅોને અભ્યાસ સાથે જોડવાનો પ્રોજેકટ મીરા પંજવાણીએ શરૂ કર્યો હતો.મનીષ શ્રોફ અને નરેન્દ્ર ભટ્ટે ઝગડીયા, વાલિયા, હાંસોટ અને અંકલેશ્વર વિવિધ ગામો સર્વે કરી બહેનો સમજાવી પ્રોજેક્ટ અંતર્ગત 56 બહેનોમાંથી 46 બહેનો પરીક્ષા પાસ કરી છે.

રોટરી ઇન્ટનેશનલના પૂર્વ પ્રમુખ કલ્યાણ બેનર્જી, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, ઝગડીયા એસડીએમ વરુણકુમાર બરનવાલ, અંકલેશ્વર ટીડીઓ વનિતા પટેલ, જિલ્લા પ્રથામિક શિક્ષણાધિકરી તેમજ ઝગડીયા ઉદ્યોગ મંડળ પ્રમુખ અશોક પંજવાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

વુમન એમ્પારવમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં 46 દિકરી SSC પાસ થઇ

અંકલેશ્વરમાં વુમન એમ્પાવરમેન્ટ અને સેકન્ડ ચાન્સ પ્રોજેક્ટમાં 46 છાત્રાઓએ એસએસસીની પરીક્ષા પાસ કરી હતી. તસવીર: હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...