તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલુંજ ટેન્કર કેસમાં બોરસરાની કંપનીની સંડોવણી બહાર આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના આલુંજ ગામની સીમમાં ટેન્કરમાંથી કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતા ટેન્કર ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસના હવાલે કર્યું હતું. સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરાની મંગલમૂર્તિ બાયોકેમ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી ભર્યું હોવાનું બહાર આવતા પોલીસે કંપની વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. કૌભાંડમાં ડ્રાયવર અને વચેટીયા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આલુંજ ગામની સીમમાં ટેન્કરમાંથી 2 ઈસમોને કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરતાં ગામલોકોએ ઝડપી પાડયાં હતાં. ટેન્કરના ડ્રાયવર અને અન્ય એક ઈસમની અટકાયત કરી પૂછપરછ કરતાતેમણે કેમિકલ યુક્ત પાણી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામ પાસેની મંગલમૂર્તિ બાયોકેમ કંપનીમાંથી ભર્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ડ્રાઈવર ગણપતસિંહ રાવત, રહે.કીમ અને વચેટીયા શકીલ રફીક સૈયદ,રહે. પાનોલી ધપરકડ કરી છે. કેમિકલયુકત પાણીના જાહેરમાં નિકાલ સંદર્ભમાં પીએસઆઈ એ.બી.મોરીએ ફરિયાદ નોંધવી હતી.મંગલમૂર્તિ બાયોકેમ કંપની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીપીસીબીએ પણ જરૂરી નમૂના લઇ એફઆઈઆર સાથેનો રિપોર્ટ ગાંધીનગર વડી કચેરી મોકલી આપ્યો હતો.

મંગલમૂર્તિ બાયોકેમ કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી ભરાયું હતું સુરત જિ.માંથી દુષિત પાણી અંકલેશ્વરમાં ખાલી કરવાનું કૌભાંડ

પોલીસે ડ્રાઈવર તેમજ વચેટીયા ધરપકડ કરી

અાલુંજ ગામેથી પ્રદુષિત પાણી ભરેલા ટેન્કર પ્રકરણમાં સુરત જિલ્લાની કંપનીની સંડોવણી બહાર આવી છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...