તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં નવો બનેલો રસ્તો એક વર્ષમાં ધોવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરપાલિકા રોડ જે એક વર્ષ પહેલા બન્યો હતો તેના પર ગાબડાં પડી ગયા છે. ડામર વર્ક કરવાના બદલે પ્રતિ 2 દિવસ ઈંટો અને માટી નાખી તંત્ર પોતાની પોલ છુપાવી રહયું છે. માત્ર 1 વર્ષમાં રોડ ધોવાણ થઇ જતાં કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.

3 વર્ષ પૂર્વે ડ્રેનેજ લાઈન કામગીરીને લઈ મુખ્ય માર્ગ ખોદી કાઢ્યો હતો. ડ્રેનેજ લાઈન પર બનેલો રોડ વચ્ચેથી બેસી ગયો છે. જેના પર ચૌંટાનાકાથી ત્રણ રસ્તા સુધી ઠેર ઠેર ઊંડા ખાડા પડ્યા છે. તેના પર મેટલ- ડામર વર્ક કરવાના બદલે ઇંટો નાખી થીંગડા મારી રહ્યા છે. માત્ર 1 વર્ષમાં રોડ ડેમેજ થતા ઇજારદાર સામે કોઈ પગલાં ભરવા આવ્યા નથી.

રોડની બિસ્માર હાલતથી અવર જવર કરનાર વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.તેમજ ખાડાના કારણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. જેમાં 108 જેવી ઇમર્જન્સી સેવા દરમિયાન પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તંત્ર અંગે પોતાની જવાબદારી સમજી રસ્તાનું વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.

તંત્રના વાંકે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો

ઈટો અને માટી નાખી તંત્ર પોતાની પોલ છુપાવી રહયું છે

અંકલેશ્વરમાં પાલિકા રોડની કફોડી હાલતથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તસવીર-હર્ષદમિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...