તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયા એસેટની લાઇનમાં ભંગાણથી દુષિત પાણી ફેલાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયાજીઆઇડીસી અડીને પસાર થતી અમરાવતી નદી ઝગડીયા એસેટનું પ્રદુષિત પાણી મિશ્રિત થતા ગ્રામજનો રોષ ફેલાયો હતો. એસેટના ઉદ્યોગોના કેમિકલવાળા પાણીનું પરીવહન કરતી લાઈન ભંગાણને કારણે ઘટના બની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. લીકેજને બંધ કરી લાઇન ફરીથી ચાલુ કરવામાં આવી છે.

8 થી ગામોના ખેડૂતો અમરાવતી નદી પાણી પર ખેતી કરી રહ્યા છે. નદીમાં કેમિકલવાળુ પાણી ભળતું હોવાને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.

રાસાયણિક પાણીના કારણે તેમને ખેતીના સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉભો થયો છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ તેમજ હરીશ પરમારે ઝગડીયા ઉદ્યોગ મંડળ અને જીપીસીબીને જાણ કરી હતી.

ઝગડીયા ઉદ્યોગ મંડળ તેમજ નોટીફાઈડ ઓથોરીટીએ તપાસ કરતા ઝગડીયા ઔદ્યોગિક વસાહત પ્રદુષિત પાણી લાઈનમાં ભંગાણ પડવાને કારણે પાણી અમરાવતી નદીમાં ભળતું હોવાનું બહાર આવ્યું હતું. એસેટના ઉદ્યોગોમાંથી આવતાં પ્રદુષિત પાણીને અટકવી લીકેજ રીપેર કરી દેવામા આવ્યું હતું અને ફરી લાઈન કાર્યરત કરવામાં આવી હતી.

સમારકામ કરી લીકેજ બંધ કરી લાઇન ચાલુ કરાઇ

અમરાવતી નદીમાં રસાયણિક પાણી છોડાયું

ઝગડીયા જીઆઇડીસી અડીને પસાર થતી અમરાવતી નદીમાં ઝગડીયા એસેટનું પ્રદુષિત પાણી મિશ્રિત થતા ગ્રામજનો રોષે ભરાયાં.

અન્ય સમાચારો પણ છે...