અંકલેશ્વરના 5,000 વેપારીઓ આજના બંધના એલાનમાં જોડાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંદાજિત 5000 થી વધુ હોલસેલર ,રિટેલર થી માંડી નાના-મોટા દુકાનધારકો હડતાલમાં જોડાશે. ઉપરાંત સવારે 10 કાલકે જીઆઇડીસી ખાતે નવીન-વિજય કંપની ખાતે એકત્ર થઇ રેલી યોજી અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવશે. ગોયાબાજર,ચોક્સી બજાર, ચૌટાબજાર, મુલ્લાવાડ, સહીત સીટી મુખ્ય રોડ પર આવેલ વિવિધ દુકાન તેમજ જીઆઈડીસી વિસ્તાર વાલિયા ચોકડી, તેમજ રવિ કિરણ કોમ્પ્લેક્ષ અનાજ માર્કેટ તેમજ જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારની નાની મોટી દુકાનો બંધ રાખવામાં આવશે. હડતાલની સૌથી વધુ અસર ગરીબ વર્ગને થશે. હડતાળને કારણે અંદાજિત 25 થી 30 લાખ રૂપિયા ઉપરાંતનો કારોબાર અટકી જવાનો અંદાજ છે.

તમામ વેપારીઓ બંધ પાડી રેલીમાં જોડાશે

^અંકલેશ્વરમાંઅંદાજિત 5000 થી વધુ હોલસેલર તેમજ રિટેલર અને નાના-મોટા તમામ વેપારી આજે પોતાની દુકાનો તેમજ ધંધા રોજગાર બંધ રાખી જીએસીટી વિરોધ બંધ પડશે અને રેલીમાં જોડાશે. > ઝવેરઘીવાલા, પ્રમુખ,અંકલેશ્વર વેપારી મંડળ

તેલવેપારી એસોસિયેશનનો પણ ટેકો

^અંકલેશ્વરતેલ એઓસિયેશન પણ જીએસટીના વિરોધમાં હડતાલમાં જોડાશે અને દુકાનો બંધ રાખી હડતાલને ટેકો આપશે તેમજ વેપારી મંડળ સાથે જોડાયને આવેદનપત્ર પાઠવશે. > મનહરમોદી, પ્રમુખ,તેલ વેપારી એઓસિયેશન, અંકલેશ્વર

રૂા.25થી 30 લાખનો કારોબાર અટકી જવાની સંભાવના

સવારે 10 કલાકે રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાશે

અન્ય સમાચારો પણ છે...