પપ્પા, સામે કાળી ટાંકી દેખાય છે અને એક જહાજ ત્યાંથી જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારદિકરા વિમલ સાથે બે દિવસ પહેલાં મોબાઇલ પર વાત થઇ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, તે દરિયામાં છે અને સામે કોઈ કાળી ટાંકી દેખાય છે અને કાળુ જહાજ ત્યાથી ગયું છે અને પછી કોઈજ સંપર્ક નથી તેમ તેના પિતા દલપત વસાવાએ જણાવ્યું હતું. ચાર દિવસથી લાપત્તા બનેલા પુત્રને શોધવા ગયેલા દલપત વસાવા પર તોફાની પવનો વચ્ચે માંડ માંડ હજીરા જેટીએ પહોંચ્યાં હતાં. લાપતા બનેલા યુવાનોને શોધવા પરિવારે હેલીકોપ્ટરની માંગ કરી છે.

હાંસોટ તથા વમલેશ્વરમાંથી 14 બોટમાં પરિક્રમાવાસીઓને બેસાડીને સામા કાંઠે છોડવામાં આવ્યાં હતાં. દહેજથી વમલેશ્વર પરત ફરતી વેળા ભારે ધુમ્મસને કારણે કાફલામાંથી બે બોટ છુટી પડી ગઇ હતી. બે બોટમાં સવાર રાઠોડ અજયભાઈ ધનસુખભાઈ , રાઠોડ વિપુલભાઈ મનસુખભાઈ, વસાવા વિમલભાઈ દલપતભાઈ અને વસાવા રમેશ રવલાભાઈનો ચાર દિવસથી કોઇ પત્તો લાગ્યો નથી.

તેમને શોધવા માટે કોસ્ટગાર્ડ પર દરિયો ખુંદી રહયું છે. વિમલને શોધવા ગયેલા દલપત વસાવા સલામત રીતે મળી આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં પુત્ર વિમલ સાથે વાત થઇ હતી પણ હવે તેનો મોબાઇલ બંધ આવે છે. તેણે કહયું હતું કે, સામે કાળી ટાંકી દેખાઇ છે અને એક કાળુ જહાજ ત્યાંથી પસાર થયું છે. દરિયામાં લાપત્તા બનેલા યુવાનોને શોધવા માટે પરિવારે હેલીકોપ્ટરની માંગ કરી છે.

રાજયના દરેક બંદરોને જાણ કરવામાં આવી છે

^લાપત્તા યુવાનોને શોધવા માટે રાજયના દરેક બંદરોને જાણ કરવામાં આવી છે. પીપાવાવના કંટ્રોલરૂમ અને કોસ્ટગાર્ડ સાથે સતત સંપર્કમાં રહી વિગતો મેળવી રહયાં છે. હજી સુધી યુવાનોનો કોઇ પત્તો લાગ્યો નથી. > રમેશભગોરા, એસડીએમ,અંકલેશ્વર

અદાણીઅને હજીરા પોર્ટ વચ્ચે લોકેશન મળ્યું હતું

હાંસોટઅને વમલેશ્વરના ચાર યુવાનોને શોધવા માટે કોસ્ટગાર્ડ સર્ચ ઓપરેશન કરી રહયું છે. ભરૂચ કલેકટર સંદિપ સાગલે પણ કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં છે. બે દિવસ પહેલા યુવાનોના ફોનના લોકેશન પહેલા અોલપાડ અને ત્યારબાદ અદાણી અને હજીરા પોર્ટ વચ્ચે આવ્યાં હતાં. બંને સ્થળોએ બોટ મોકલાઇ હતી પણ તેમનો કોઇ પત્તો લાગ્યો હતો.

દરિયામાં ગુમ થયેલા ચાર યુવાનોનો ચાર દિવસે પણ કોઇ પત્તો નહિ પરિવારના સભ્યોએ શોધખોળમાં હેલીકોપ્ટરની મદદની માંગ કરી

હાંસોટના લાપત્તા બનેલા નાવિકની પિતા સાથે અંતિમ વાતચીત

દહેજથી વમલેશ્વર પરત ફરતી વેળા લાપતા બનેલી બે બોટને શોધવા ગયેલા બે નાવિકો હજીરા નજીકથી કોસ્ટ ગાર્ડને મળી અાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...