અંકલેશ્વર નિલેશ ચોકડીએ ટ્રેલર ફસાતા ટ્રાફિકજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનાનેશનલ હાઈવે નંબર 8પર નિલેશ ચોકડી બ્રીજ નીચે ફરી એંગલમા ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. એક કલાકની જહેમતે ટ્રેલર હટાવ્યા બાદ પુનઃ વાહનવ્યવહાર શરૂ થયો હતો.

અંકલેશ્વરમાં 2વર્ષ પૂર્વે નિલેશ ચોકડી પર પ્રતિન ઓવર બ્રીજ નીચે મહાકાય ટ્રેલર ભટકાતા બ્રીજ બંધ કરવાની નોબત ઊભી થઈ હતી. બુધવારે ફરીથી સ્થિતીનુ પુનરાવર્તન થતાં વિશાળ મશીનરી લઈ જતા ટ્રેલર બ્રીજ આગળ એંગલ ફસાઈ જતા ટ્રાફિક વ્યવહાર ખોરવાય ગયો હતો. એક થી દોઢ કલાક જહેમતએ ટ્રેલરને બહાર કાઢવામા અાવ્યા બાદ પુનઃ ટ્રાફિક વ્યવહાર શરૂ કરાયો હતો.

આઇસર ટેમ્પો ડીવાઇડર પર ચઢી ગયો

નીલેશચોકડીએ એન્ગલમાં ટ્રેલર ફસાયું હોવાને કારણે પાછળથી આવી રહેલાં ટેમ્પોના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ટેમ્પો ડિવાઇડર પર ચઢી જતા ડ્રાઇવર ને ક્લીનર ઈજા પહોચતા તેમને જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામા અાવ્યો હતો.

અગાઉ પણ આવી ઘટનામાં બ્રિજને નુકશાન થયું હતું

એક કલાક બાદ વાહનવ્યવહાર ફરીથી શરૂ થયો

અન્ય સમાચારો પણ છે...