તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1.20 લાખ બાળકોને ઓરી-રૂબેલાની રસી મુકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં 1.20 લાખ બાળકોને ઓરી અને રૂબેલાની રસી મુકવામાં આવશે. 15મી જુલાઇથી શરૂ થતા અભિયાન પહેલા ડાયમંડ ચિલ્ડ્રન થીએટર ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી હતી. વિવિધ શાળાઓમાંથી આવેલા આચાર્યોને તાલીમ અપાઇ હતી. બજારમાં 1,700ની કિમંતે મળતી રસી બાળકોને વિનામુલ્યે આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે બાળ આરોગ્યને લઇ આગામી 15 જુલાઈથી 1 મહિના સુધી એમ.આર રસીનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.. જે અંતર્ગત ભરૂચ જિલ્લા હેલ્થ સોસાયટી તથા આરોગ્ય શાખાના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા બ્લોક હેલ્થ સેન્ટર દ્વારા સેમિનાર યોજાયો હતો.

તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળા, મદ્રેસાઓમાં અભ્યાસ કરતા અંદાજિત 1 લાખ 2 હજાર કરતા વધુ બાળકોને આ રસી મુકાશે.આ પ્રસંગે જિલ્લા આરોગ્ય વિભાગના ડૉ. અનિલ વસાવા, એસ.એમ.ઓ ડૉ. રાહુલ પરમાર, ટી.એચ.ઓ ડૉ. દિનેશ વસાવા, તાલુકા પ્રાથામિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાલા તેમજ તમામ પી.એચ.સી સેન્ટરના તબીબો અને આચાર્યોએ હાજર રહયાં હતાં. બજારમાં 1,700 રૂપિયાની મળતી રસી બાળકોને વિનામુલ્યે પીવડાવવામાં આવશે.

અંકલેશ્વરમાં રસીકરણ અભિયાન અંતર્ગત તાલીમ શિબિર યોજાઇ. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...