તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધુલીયાથી આવેલી બસના ડ્રાઈવર- કંડકટર નશાની હાલતમાં ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઇડીસી ડેપોમાંથી ધુલીયા અમદાવાદ બસના ડ્રાઇવર -કંડક્ટર નશો કરેલ હાલતમાં ઝડપાયા હતાં. બન્ને વિરુધ્ધ એસટીના અધિકારીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડ્રાયવર અને કંડકટર નશામાં હોવા બાબતે મુસાફરે કરેલી ફરિયાદના સંદર્ભમાં ચેકિંગ કરાયું હતું.

ધુલીયાથી અમદાવાદની બસના ડ્રાઇવર અને ખેડાના રહીશ પરેશ પટેલ અને કંડક્ટર મહેન્દ્ર વાળા મુસાફરી ભરી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા બંનેએ નશો કરેલો હોવાથી મુસાફરો ગભરાય ગયા હતા. દરમ્યાન એક મુસાફરે ઓનલાઇન ડ્રાઇવર-કંડક્ટર વિરુધ્ધ ફરિયાદ કરતાં ચેકિંગ હાથ ધરાયું હતું.

અંકલેશ્વર એસટી ડેપોના ડેપો મેનેજર એન સી રાઠોડ સ્ટાફ સાથે જીઆઇડીસી ડેપોમાં જતા ડ્રાઇવર પરેશ પટેલ અને કંડકટર મહેન્દ્ર વાળાને નશો કરેલ હાલતમાં ઝડપી પાડ્યા હતાં.એસટી વિભાગ અંકલેશ્વર દ્વારા બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર ડેપોમાં ધુલીયાથી આવેલી બસના ડ્રાયવર અને કંડકટર નશાની હાલતમાં ઝડપાયાં છે. તસવીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...