તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ બાદ આમલાખાડીમાં કેમિકલવાળા પાણીનું સામ્રાજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં સોમવારે વરસેલા વરસાદ બાદ હવે આમલાખાડીમાં કેમિકલવાળા પાણીનું સામ્રાજય જોવા મળી રહયું છે. વરસાદી પાણીની આડમાં પ્રદુષિત પાણી છોડવાની ઉદ્યોગોની પ્રવૃતિના કારણે નર્મદા નદીની સાથે ભુર્ગભ જળને પણ નુકશાન થઇ રહયું છે. એક તરફ અંકલેશ્વરમાં પ્રદુષણના મુદ્દે કડક વલણ અપનાવ્યું હોવા છતાં રોજબરોજ પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહયો છે. પ્રદુષણની બાબતે ઉદ્યોગો અને જીપીસીબી આમને સામને આવી ગયાં છે તો બીજી તરફ જાહેરમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરનારાઓ પર અંકુશ લગાવવામાં સફળતા મળતી નથી.

ચોમાસાના પ્રથમ વરસાદના બે દિવસ પછી પણ અંકેલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી વિવિધ કલરનું ગંદુ પાણી આમલખાડીમાં વહી રહ્યું છે. અમરાવતી ખાડી અને છાપરા ખાડી પણ આ ગંદા પાણીથી પ્રદૂષિત થઈ રહી છે. આ પાણી નર્મદાનદીમાં ભળતાં દરિયા સુધી પોહચ્યાં છે. આ જળ પ્રદુષણથી ભૂગર્ભ જળ પણ ખરાબ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. વરસાદનો લાભ ખેડૂતો કરતા ઉદ્યોગ પતિઓ વધારે લઈ રહ્યા હોય તેવા આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. બનાવની જાણ થતાં જીપીસીબીએ વિવિધ સ્થળેથી સેમ્પલ પણ લીધા છે. તેમાં તપાસ બાદ કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરીશું તેવી ખાતરી આપી છે. બીજી તરફ પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, જીપીસીબી માત્ર સેમ્પલ લે છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરતી નથી.

અંકલેશ્વર GIDCની પાણીની ચેમ્બરો પણ અોવરફલો
અંકલેશ્વરમાં વરસાદ બાદ હવે આમલાખાડીમાં કેમિકલવાળુ પાણી વહી રહયું છે. પ્રદુષિત પાણી છોડવાની ઉદ્યોગોની પ્રવૃતિના કારણે નર્મદાની સાથે ભુર્ગભ જળને નુકશાન થઇ રહયું છે. -હર્ષદ મિસ્ત્રી

વરસાદી પાણીની આડમાં પ્રદૂષિત પાણી છોડવાની ચાલતી પ્રવૃતિ
ચોમાસાથી ધરતીપૂત્રો કરતાં ઉદ્યોગપતિઓને વધારે લાભ થઇ રહ્યો છે
અન્ય સમાચારો પણ છે...