તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં રસ્તો ઓળંગતી મહિલાનું વાહનની ટક્કરે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ હાઇવે નંબર 48 આરામ હોટલ પાસે અજાણ્યા વાહન ટક્કરે મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. આરામ હોટલ પાસે સાંતાબેન માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે ઘસી આવી સાંતેબેનને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘાયલ સાંતાબેનને સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...