તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • બોરભાઠામાં પ્રોટેક્શન વોલ નહીં બનતાં 1.5 કિમી વિસ્તારમાં જમીનનું ધોવાણ

બોરભાઠામાં પ્રોટેક્શન વોલ નહીં બનતાં 1.5 કિમી વિસ્તારમાં જમીનનું ધોવાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે પ્રોટેકશન વોલની અધુરી કામગીરીના કારણે 1.5 કીમીના વિસ્તારમાં જમીનનું ધોવાણ થતાં ખેડૂતોમાં દોડધામ મચી છે. નર્મદા નદીના પાણી 100 મીટર અંદર સુધી આવી જતાં ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઇ રહી છે.

નર્મદા નદીના બદલાયેલા વહેણને કારણે અંકલેશ્વર તરફના કાંઠા પર જમીનનું ધોવાણ વધી રહયું છે. 2012માં પ્રોટેકશન વોલ બનાવવા માટે ચાર કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યાં હતાં.જે અંતર્ગત સરફુદ્દીન ગામના ટર્નીંગથી બોરભાઠા બેટ સુધીના પટમાં 1.3 કિમી અંતરમાં પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ થઇ હતી પણ બાદમાં આ કામગીરી અટકાવી દેવાઇ હતી.ખેડૂતોની રજુઆત બાદ 1,000 મીટર સુધી મેટલ ડમ્પિંગ કરી દેવામાં આવ્યું હતું તેમજ ગોલ્ડન બ્રિજથી 1.4 કિમિ સુધી વોલની

...અનુસંધાન પાના નં.2

કામગીરી કરવામાં આવી હતી. આ બે સ્થળોની વચ્ચે પ્રોટેકશન વોલના અભાવે હજી ધોવાણ ચાલુ રહયું છે. 1.5 કીમીના વિસ્તારમાં 100 મીટર અંદર સુધી નદીના પાણી પ્રવેશી ગયાં છે. નદી કિનારે ખેતરો ધરાવતા ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઇ જતાં તેઓ પાયમાલીના આરે આવીને ઉભા છે. સ્થાનિક ખેડૂત કૌશિક પટેલએ જણાવ્યું હતું કે તંત્ર અમારી જોડે ઓરમાયું વર્તન કર્યું છે. અમારા ગામ વચ્ચેનો આખો પટ બાકી રાખ્યો છે જેને લઇ જમીન ધોવાણ ચાલુ છે. ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ પણ આજદિન સુધી કામગીરી શરુ કરવામાં આવી નથી અને હવે તો કલ્પસર યોજનામાં આ કામ ગયું છે. તેમાં મંજુર થયા બાદ જ પ્રોટેકશન વોલ બનશે તેવા જવાબો અધિકારીઓ આપી રહયાં છે.

બોરભાઠા નજીક પ્રોટેકશન વોલ નહિ બનતા નદીના પાણી કાંઠા વિસ્તારોનું ધોવાણ કરી રહયાં છે. -હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...