અંદાડાની હેપ્પી રેસિડન્સીમાંથી બે બાઇકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના અંદાડા ગામની હેપ્પી રેસિડન્સીમાંથી એક જ રાતમાં 2 મોટર સાઈકલની ઉઠાંતરી થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વર અંદાડા ગામની હેપ્પી રેસિડન્સી માંથી એકજ રાતમાં 2 મોટર સાઇકલની ઉઠાંતરી થવા પામી છે. સોસાયટીમાં રહેતાં વિક્રમ રામ તથા યોગેશ પાટીલની બાઇકની ઘર આંગણેથી તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. પોલીસે મોટર સાઇકલ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર શહેર તાલુકા તેમજ જીઆઈડીસી વિસ્તાર માંથી મોટર સાઇકલ ચોરીના બનાવોમાં વધી રહયાં હોવાથી લોકો પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...