ભરૂચના જૂના ને. હાઇ.ને રેલિંગ મારી વાહનો માટે સુરક્ષિત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે પર રોડની સાઇડ પર રેલિંગના અભાવે વાહનો ખાડીમાં ખાબકે તેવા દિવ્યભાસ્કરના અહેવાલ બાદ તંત્રમાં દોડધામ મચી છે. તાત્કાલિક અસરથી રેલિંગો લગાવી તેમજ ડ્રમ મુકી રોડને વાહનો માટે સુરક્ષિત કરાયો છે.

ગોલ્ડન બ્રિજની સમાંતર નર્મદા મૈયા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. હાલ અંકલેશ્વર તરફનો એપ્રોચ રોડ ભૂતમામાની ડેરી સુધી બની રહ્યો છે. જેના કારણે જૂનો રોડ બંધ કરી નવા રોડ પર વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. નવા રોડ ઉપર ડિવાઈડર નથી તેમજ છેડા પર રેલિંગ બનાવવામાં આવી ન હતી. રેલિંગના અભાવે વાહનચાલક ગફલત કરે તો તે સીધો રોડ નીચે 25 થી 30 ફૂટ પટકાય તેવી શકયતાઓ રહેલી છે.

આ રોડ પર ગોલ્ડન બ્રિજ પાસે ડાઈવર્ઝન પાસે એકદમ વળાંક આપ્યો છે. આ કારણે વાહનો સામ સામે અથડાવાની શકયતા છે. ભૂતમામા ડેરી પાસે પણ આવા જ હાલ છે. જુના નેશનલ હાઇવે પર અકસ્માતની ભિતિ સંદર્ભમાં દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. દોડતા થયેલા વહીવટીતંત્રએ 48 કલાકમાં જ રેલિંગ મારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અકસ્માત નિવારવા માટે ડ્રમ મુકી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...