તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં રીક્ષામાં બેઠેલા બે યુવાનોએ 23,800ની મત્તા ગુમાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં રીકશામાં બેઠેલા બે યુવાનોના ખિસ્સામાંથી 23,800 ની રોકડ રકમ તફડાવી ગઠીયાઓ ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. બંને કામદારો રૂપિયા બેંકમાં ભરી વતનમાં મોકલવા માટે આવી રહયાં હતાં ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી.

સુરત માંગરોળ તાલુકા નાના બોરસર સ્થિતિ જે. બી. કોટેક્સ કંપનીના બે કામદારો બિહાર પોતાના પરિવારને મોકલવા માટે રૂપિયા 23,800 અંકલેશ્વર બેંકમાં ભરવા માટે નીકળ્યા હતાં. જેવો સુરત તરફથી આવતી રીક્ષામાં બેઠા હતાં. રીક્ષામાં પહેલાજ અંદર 3 વ્યક્તિ બેસેલા હતાં. દરમિયાન રીક્ષા ચાલાકના પાછળ બેસેલા સાગરિકો બરાબર બેસો ફાવતું નથી તેમ કહી વારંવાર ઉઠાડ્યા હતા.

તે દરમિયાન અન્ય સાગરિતે તેમના ખિસ્સામાં રહેલ 23,400 રૂપિયા નજર ચૂકવી સેરવી લીધા હતા. રીક્ષા ચાલક બંનેને હોટલ રોઝ ગાર્ડન અને ખરોડ વચ્ચે ઉતારી ત્યાંથી રીક્ષા લઇ ફરાર થઇ ગયા હતા. દરમિયાન સીટુકુમારને પોતાના રૂપિયા ચોરાઈ ગયા હોવાનું માલુમ પડતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા. પરંતુ બનાવ કોસંબા અને તાલુકા પોલીસ સ્ટેશન હદ વચ્ચે બન્યો હોવાથી ફરિયાદ બાબતે અવધમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...