તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • ઓરસંગમાં ઘોડાપુર આવતા 4 વર્ષે અંકલેશ્વર તરફના છેડે નર્મદાના નીર કાંઠે પહોંચ્યાં

ઓરસંગમાં ઘોડાપુર આવતા 4 વર્ષે અંકલેશ્વર તરફના છેડે નર્મદાના નીર કાંઠે પહોંચ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા ડેમમાંથી માત્ર 600 કયુસેક પાણી છોડવામાં આવતું હોવાને કારણે ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી સુકીભઠ બની છે. ગત વર્ષથી ડેમ ખાતે 30 દરવાજા લાગી ગયા બાદ ચોમાસામાં પણ નદીના પાણી બંને કાંઠાને સ્પર્શી શકયા નથી. બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઓરસંગ નદીના પાણી નર્મદામાં આવી પહોંચતા ચાર વર્ષ બાદ નર્મદા નદીના પાણી અંકલેશ્વર તરફના છેડે કાંઠાને સ્પર્શી ગયાં હતાં. નર્મદામાં નવા નીર આવતાં ગોલ્ડનબ્રિજ ખાતે નદી સીઝનમાં પહેલી વખત વહેતી જોવા મળી હતી. અત્યાર સુધી નર્મદા નદીમાં દરિયાની ભરતીના જ પાણી આવતાં હતાં. તસવીર-રાજેશ પેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...