તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમલાખાડીમાં પ્રદૂષિત પાણી મુદ્દે GPCBની નોટીફાઇડને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં સોમવારે ખાબકેલા મુશળધાર વરસાદ બાદ આમલાખાડીમાં કેમિકલવાળા પાણી ફરી વળવાની ઘટનામાં જીપીસીબીએ નોટીફાઇડ વિભાગને નોટીસ આપી છે. ઉદ્યોગોના પાણીના નિકાલ માટેની લાઇન હોવા છતાં પાણીનો જાહેરમાં નિકાલ થઇ રહયો છે. પાણીનો નિકાલ અટકાવવા માટે અગાઉ નોટીસ આપવા છતાં નોટીફાઇડ વિભાગ યોગ્ય પગલા ભરતું ન હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા 15 વર્ષથી દર ચોમાસામાં આમલાખાડી, અમરાવતી નદી, છાપરા ખાડીમાં ચોમાસા દરમિયાન પ્રદુષિત પાણીની માત્રા વધી જાય છે.

અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદ પહેલા પ્રિ મોન્સૂન કામગીરી યોગ્ય રીતે નહિ થતા પ્રતિ વર્ષ વરસાદમાં કંપનીઓમાંથી રાસાયણિક પાણી ખાડીમાં વહી જાય છે. આ ઉપરાંત કેટલાક બેજવાદાર ઉદ્યોગકારો દ્વારા પોતાનું વધારાનું પ્રદુષિત પાણી વરસાદના પાણી સાથે છોડી મુકતા હોવાથી પર્યાવરણને નુકશાન થઇ રહયું છે. સોમવારે બનેલી ઘટના બાદ જીપીસીબીએ નોટીફાઈડ વિભાગને નોટીસ ફટકારી છે. જેમાં ...અનુસંધાન પાના નં.2બી.એન સી. પમ્પીંગ સ્ટેશન તેમજ આમલાખાડી પીરામણ પમ્પીંગ સ્ટેશન વરસાદી પાણી સાથે આવતા પ્રદુષિત પાણી જાહેરમાં ના વહે તેની તકેદારી સાથે સત્વરે પમ્પીંગ કરી એફ.ઈ.ટી.પીમાં મોકલાવા તાકીદ કરાઇ છે.

નોટીફાઈડ વિભાગ દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગ રૂપે ઠેર ઠેર કાંસ અને ગટર પર આડબંધ ઉભા કરી પ્રદુષિત પાણી બહારના જાય તે માટે ઉભા કર્યા હતા જે આડબંધ પાડા વરસાદ કેટલાક તૂટી જતા સર્જાય છે. નોટીફાઈડ વિભાગ દ્વારા પ્રદુષિત પાણી જાહેરમાં ના વહે તેનું પરિવહન કરી એફીટીપી લઇ જવાની જવાબદારી વચ્ચે કોનું પાણી આવે છે તે પકડવાની જવાબદારી સંબંધિત અન્ય વિભાગની હોવા છતાં તે ના થઇ શકતા આ સ્થિતિ સર્જાય રહી છે.

વારંવાર નોટિસ છતાં કાર્યવાહી થતી નથી
પ્રિ- મોન્સૂન કામગીરી ભાગ રૂપે અગાઉ કંપનીઓ અને નોટીફાઈડ વિભાગ સૂચના આપવામાં આવી હતી. સુચના આપવામાં આવી હોવા છતાં પ્રદુષિત પાણી ખાડીમાં વહેતા થયાં છે. જાહેરમાં વહેતા પાણીને ત્વરિત અસર થી પમ્પીંગ સ્ટેશનમાં લિફ્ટિંગ કરી લઇ લેવા નોટીશ આપી છે. વરસાદમાં પ્રદુષિત પાણી ના વહે તે માટે વરસાદમાં પણ મોનીટંરીગ કરવામાં આવી રહ્યું છે. આર.બી.ત્રિવેદી, રિજિયોનલ અધિકારી જીપીસીબી.

પ્રદુષિત પાણી ત્વરિત પમ્પિંગ કરી લેવામાં આવે છે
આ સ્થિતિ વધુ પડતા વરસાદના કારણે સર્જાય છે. જેમાં પાણીનું પ્રમાણ વધી જતા તે આડબંધ તેમજ ગાર્ડ પોન્ડ પર થી ઓવર ફ્લો થઇ વહી જાય છે. ઇનલેટ બંધ કરી આઉટલેટ વડે વધારા પાણીજે ભરાવો થાય છે તેને પમ્પીંગ કરી એફીટીપીમાં મોકલી આપવામાં આવે છે. પ્રિમોન્સુન કામગીરી તમામ તકેદારી પગલાં લીધા છે. પણ વધુ પડતો વરસાદ આવે તો પ્રારંભિક તબક્કામાં આ સ્થિતિ સર્જાય છે. ઉમેશ ચૌહાણ, નોટીફાઈડ અધિકારી, ડ્રેનેજ વિભાગ

અંકલેશ્વરની આમલાખાડીમાં પ્રદુષિત પાણીના મુદે જીપીસીબીએ નોટીફાઇડ વિભાગને નોટીસ આપી છે.

અસર શું ?
વરસાદી પાણી સાથે પ્રકારના કેમિકલ મિશ્રિત પાણી જાહેરમાં વહી જાય છે. જે પાણીને લઇ કુદરતી પાણી સ્ત્રોત એવા ખાડી તેમજ નદીમાં રહેલ જીવ સુષ્ટ્રીને નુકશાન થાય છે. ખાડી અને નદીના પાણી પર નભતા ખેડૂતો માટે સિંચાઈનો યક્ષ પ્રશ્ન ઉભો થવાની સાથે તેમના ઉભા પાક પર ખતરો ઉભો થાય છે.

અન્ય સમાચારો પણ છે...