અંદાડાના રોહીણીપાર્કમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી

અંકલેશ્વર | અંકલેશ્વર નજીક આવેલા અંદાડા ગામના રોહિણીપાર્કમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી થતાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:06 AM
અંદાડાના રોહીણીપાર્કમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી
અંકલેશ્વર | અંકલેશ્વર નજીક આવેલા અંદાડા ગામના રોહિણીપાર્કમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી થતાં વાહનમાલિકોમાં ભય જોવા મળી રહયો છે. વાહનચોરો હવે એક જ સ્થળેથી બેથી વધુ વાહનોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહયાં છે.

અંદાડાની શાંતનુ સ્કૂલ પાછળ આવેલ રોહિણી પાર્કમાં ગત રાત્રિના વાહનચોર ટોળકી ત્રાટકી હતી. મકાન નંબર 70 માં રહેતા સુરેશ પટેલ તેમજ આજ સોસાયટી માં રહેતા અરવિંદગોહિલની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. શહેર પોલીસે હાલ તો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. તાજેતરમાં અંદાડા ગામે થી અગાવ 2 મોટર સાઇકલની ચોરી થઇ હોવાથી વાહન માલિકોમાં ભય પેસી ગયો છે. પોલીસ દ્વારા મોટર સાઇકલ ચોરી અટકાવા સધન પેટ્રોલિંગ તેમજ વાહનચેકીંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

X
અંદાડાના રોહીણીપાર્કમાંથી એક જ રાતમાં બે બાઇકની ઉઠાંતરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App