અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ચોરીની બાઇક સાથે યુવાન ઝડપાયો

ભરૂચમાંથી ઉઠાંતરી કરી હોવાની કબુલાત ઝઘડીયા તરફથી આવતી વેળા પોલીસે દબોચી લીધો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:05 AM
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ચોરીની બાઇક સાથે યુવાન ઝડપાયો
ભરૂચ શહેરના સી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયેલી બાઇક સાથે જીઆઇડીસી પોલીસે એક યુવાનને ઝડપી પાડયો છે. યુવાન ચોરીની બાઇક પર ઝઘડીયા તરફથી આવી રહયો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.

અંકલેશ્વર ડીવાયએસપી એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ જીઅાઇડીસી પીઆઇ રાજેન્દ્ર ધુળિયા અને પીએસઆઇ જે.બી.જાદવ તેમની ટીમ સાથે સઘન વાહન ચેકિંગ કરી રહયાં છે. રાજપીપળા ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થતાં યુવાનની શંકાસ્પદ હીલચાલ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. મોટર સાઇકલ ચાલક આકીબ ઝમીલ અહેમદ ખાને આ મોટરસાયકલ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભમાં સી.ડીવિઝન પોલીસ મથકે જાણ કરી પોલીસે વધુ પૂછપરછ આરંભી હતી.

X
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ચોરીની બાઇક સાથે યુવાન ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App