તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • Ankleshwar અંકલેશ્વર નોટીફાઈડ વિભાગ દ્વારા જલધારા ચોકડીથી સરદાર પાર્ક સુધી દબાણ દૂર કરાયા

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગ દ્વારા જલધારા ચોકડીથી સરદાર પાર્ક સુધી દબાણ દૂર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર નોટીફાઈડ વિભાગ તેમજ જીઆઇડીસી વિભાગ દ્વારા સાંજના સુમારે જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં અચાનક દબાણ હટાવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મદદ થી રોડ અડચણ રૂપ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નોટીફાઈડ વિભાગ, જીઆઇડીસી અને એ.આઈ.એ દ્વારા સંયુક્ત પણે શનિવાર ની સાંજે સરદાર પાર્ક થી જલધારા ચોકડી સુધી માર્ગ પર રોડ પર થી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જી.આઈ.ડી.સી રહેણાંક વિસ્તારમાં પાર્કિગ એરિયા તેમજ વરસાદી કાંસ અને રોડ પર કરવામાં આવેલા દબાણો અંગે નોટીશ પાઠવામાં આવી હતી.

તેમ છતાં દબાણકારો દબાણ દૂર ના કરતા અંતે જેસીબી મદદ થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની પ્રક્રીયા હાથધરી હતી આ અંગે એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલએ જણાવ્યું હતું કે દબાણકારો નોટીશ પાઠવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર ના કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. અને આ ઝુંબેશ આગમ સપ્તાહ માં પણ ચાલુ રહેશ અને દબાણો દૂર કરવામાં આવશે.

નોટીફાઈડ વિભાગ દ્વારા સરદાર પાર્ક વિસ્તારમાં દબાણ દૂર કરતા સ્ટાફ અને અધિકારીઓ નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...