તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનોલી હાઇવે પરથી લોખંડના સળીયા સાથે RR સેલે બેને ઝડપ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા આર આર સેલ ની ટીમે અંકલેશ્વર પાનોલી હાઇવે પર વજન કાંટા પાસે થી ટ્રક ચાલકોની સાથે મળી લોખંડના સળીયાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. સ્થળ પર થી 2 ઈસમની અટકાયત કરી લોખંડ સળીયાનો 48 હજાર ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો.

વડોદરા આર.આર.સેલની ટીમ અંકલેશ્વરના પાનોલી નેશનલ હાઇવે પર નેશનલ વે બ્રીજ પાસે ટ્રક માંથી લોખંડ સળીયા ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. વિમલ રાજપુરોહિત નામનો ઈસમ હાઇવે પર થી લોખંડના સળીયા ભરીને જતી ટ્રકના ચાલકો સાથે મળી લોખંડના સળીયાની ચોરી કરી ખરીદ કરતા રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર વિમલ રાજપુરોહિત અને મોહનસીંગ રાજપુરોહિતને રંગે હાથો ઝડપી પાડી તેમની અટકાયત કરી હતી. 48 હજારની કિંમતના સળીયાનો જથ્થો જપ્ત કરી બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે.અગાવ એલસીબી પોલીસે પણ નવજીવન હોટલ પાસે ગોડાઉનમાં સળીયા ચોરી કરવાના કૌભાંડને બહાર લાવ્યું હતું. ત્યારે સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાયા હતી.

અન્ય સમાચારો પણ છે...