અંકલેશ્વરમાંથી પસાર થતી ઉકાઇ કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર ગડખોલ રાજપીપલા ચોકડી પાસેથી પસાર થતી ઉકાઇ જમણા કાંઠાની નહેરોમાં ગાબડાં પડતાં પાણીનો જાહેરમાં વેડફાટ થઇ રહ્યો છે.

અંકલેશ્વર શહેરના ગામ તળાવ અને જી.એન.એફ.સી તળાવમાં પાણી આપવા માટે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા કેનાલ બનાવવામાં આવી છે. આ નહેરમાં ગડખોલ ગામ ખાતે રાજપીપલા ચોકડી મીઠા ફેક્ટરી પાછળ ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. અર્ધા કિલોમીટર વિસ્તારમાં ઠેર ઠેર પાકા સ્ટ્રક્ચર તૂટી પડ્યા છે તેમજ કેટલીક જગ્યાએ ખાંગા પડયાં છે. કેટલાક ભાગ જમીન ધસી પડી છે. જેને લઇ પાણી ખુલ્લામાં વહી રહ્યું છે.

નહેરમાં હાલ પાણી પુરવઠો બંધ છે પરંતુ નહેરમાં બચેલ પાણી અને વરસાદનું સંગ્રહિત પાણી જાહેરમાં વેડફાટ થઇ રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા પાણી તંગીને લઇ તળાવો સહીત પાણીના સ્ત્રોત ઊંડા કરી રહ્યા છે. તો બીજી તરફ નહેર વિભાગના બેઘ્યાનપણાને લઇ જાહેરમાં પાણી બગાડ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ હાલ ઉપરવાસમાં ઓછો વરસાદ પાડવાના કારણે ખાલી છે. જેને લઇ આગામી સીઝનમાં પાણી તંગી ઉભી થઇ શકે તેમ છે ત્યારે નહેરનું તાત્કાલિક અસરથી રીપેરીંગ કરાઇ તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...