શ્રમજીવી બાળકોને ભણાવતી શીતલ મકવાણાની વ્હારે તંત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાંમજૂરી કરતા બાળકોને વહેલી સવારે તેમના પાસે જઈ શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરતી શીતલ મકવાણા કામથી તંત્રએ પ્રભાવિત તેને તમામ મદદ માટે પહેલ કરી છે. બાળકોને ભણવા માટે તેમજ રોજગારી પૂરી પાડવા તેમજ બાળકો અભ્યાસ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવા માટે તંત્રે સર્વે કરી આગામી સોમવારે વિશેષ મીટીંગ આયોજન કરશે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે રહેતી પોલીસ પુત્રી શીતલ મકવાણાએ પ્રતિન ઓવર બ્રીજ પાસે બાળકો તેના માતા-પિતા મજુરી પર જાય ત્યાર બાદ બાળકો આમ તેમાં ભટકી જીવન વિતાવતા હતા. જે જોઈ તેમને અભ્યાસ કરાવાનો વિચાર આવ્યો અને બાળકો વર્ક ટુ હેલ્પ સંસ્થાની મદદના સથવારે શીતલ મકવાણા વિના સુવિધાએ દીવાલ પર બ્લેક બોર્ડ બનાવી અભ્યાસ કરાવી રહી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.એલ.ડોડીયા તેમજ મામલતદાર એ.કે ગૌતમ, અને બી.આર.સી કો.ઓડીનેટરે ભદ્રેશ પટેલ તેમજ અન્ય ટીમ શીતલ મકવાણા ચાલતા વર્ગની મુલાકત લઈ બાળકો શિક્ષણ મણે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પ્રથમ આખા વિસ્તાર બાળકોનો સર્વે કરવા નક્કી કરવામાં આવ્યું છે.

બાળકો શાળા અભ્યાસ માટે મોકલાવા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટ્રાન્સપોટેશન સુવિધા આપવા વિચારણા કરવામાં આવી રહી છે. જે લોકોના બાળકોનું શિક્ષણ આર્થિક બાબતોને લઈ પુરું થતું હોય તે માટે તંત્રએ જરૂરી પગલાં ભરવા જોઈએ. એનજીઓએ બબતે જરૂરી સહાય આર્થિક એનઆરઆઈ દાતાઓ પાસેથી લઈને આવા બાળકોના શિક્ષણ માટે સહાય કરવી. પૂર્વે તમામ બાળકો ના માતા શીતલ મકવાણા તેમજ તેમની સંસ્થા સભ્યો સાથે આગામી સોમવારે માલતદાર કચેરી ખાતે વિશેષ મીટીંગ બોલવામાં આવશે અને તેમાં બાબતો ના નિર્ણય કરવામાં આવશે.

વધુમાં શીતલ મકવાણા માટે વિશેષ તાલીમ વર્ગ આપી આવા બાળકો ભણાવી શકે તે માટે ટ્રેનિંગ આપવા અને તેની મહેનત અને લગન ભાગરૂપે મહેંતાણું મળે તેવું આયોજન કરવા તંત્ર વિચારી રહી છે. અભ્યાસ વંચિત બાળકો માટે પાયલોટ પ્રોજેક્ટ ઉભો કરી મોબાઈલ એજ્યુકેશન પ્રોજેક્ટ વડે આવા બાળકો શિક્ષણ આપવાનું પણ નક્કી કરવામાં આવી રહ્યું છે.

સવારે ગરીબ બાળકોને ભણાવી નોકરીએ જાય છે

અન્ય સમાચારો પણ છે...