ઝઘડિયાના રાણીપરા-ગુમાનદેવ વચ્ચે એસટી બસ પલટી ગઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયાના ગુમાનદેવ - રાણીપરા રોડ પરથી આજે સોમવારે સવારે નવસારીથી કેવડીયા જતી બસ પસાર થઇ રહી હતી. તે વેળાં રોડને પહોળો કરવા માટે સાઇડ પરના વક્ષો કાપવાની કામગીરી ચાલી રહી હોઇ એક વૃક્ષની ડાળખી તુટીને પડતાં તેની સાથે બસનો અકસ્માત ...અનુસંધાન પાના નં.2

ટાળવા ચાલકે બસ સાઇડમાં કરવા જતાં બસ બેકાબુ બનીને પલટી ગઇ હતી. સદનશીબે બસમાં સવાર 35 મુસાફરોને ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી. બનાવની જાણ થતાં ઝઘડિયા ડેપો મેનેજર તેમજ તેમની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી ગઇ હતી. સ્થાનિક લોકોએ પલટી ગયેલી બસમાંથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યાં હતાં. દરમિયાન રાજપીપળા જઇ રહેલી અન્ય બસ ત્યાંથી પસાર થઇ રહી હોઇ તમામ મુસાફરોને તે બસમાં રાજપીપળા જવા માટે રવાના કરવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી હતી.

ઇજારદારના વાંકે અકસ્માત સર્જાયો

હાલમાંસ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વરથી રાજપીપળા સુધીના હાઇવેના નવિનીકરણ પૈકી ઝગડીયાના ગુમાનદેવથી રાજપીપળા સુધીની કામગીરી ચાલી રહી છે. જેમાં હાઇવેની આસપાસના વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી છે. જોકે વૃક્ષો કાપવાની કામગીરીને લઇને વાહનોને કોઇ અકસ્માન સર્જાય તે માટેની વિવિધ તકેદારીઓ રાખવામાં ઇજારદારે બેદરકારી દાખવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કામ ચાલી રહ્યાં હોવાની કે અન્ય કોઇ સુચનના બોર્ડ નહીં લગાવતાં બસના ડ્રાઇવરે અચાનક વૃક્ષની ડાળી પડતાં અકસ્માત સર્જાયો હતો.

રોડની સાઇટમાં આડેધડ કપાતા વૃક્ષોને કારણે ઘટના બની

લીમડાની ડાળી બસ પર પડતી બચાવવા જતા બસ પલટી

અન્ય સમાચારો પણ છે...