તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ માટે ધર્મશાળા-રસ્તો બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે પરિક્રમા માર્ગ અને હોડી ઘાટ મુલાકાત જિલ્લા કલેક્ટર લીધી હતી.વમલેશ્વર ગ્રામજનો તેમજ પરિક્રમાવાસી ધર્મશાળાની પણ મુલાકાત લઇ તેમની સાથે ચર્ચા કરી હતી તેમજ ધર્મશાળાનો નકશો તૈયાર કરી રસ્તો અને ધર્મશાળા વહેલી તકે બને તે માટે સંબંધિત વિભાગ જરૂરી સૂચના અપાઇ હતી.

ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા હાંસોટ તાલુકાના વમલેશ્વરગામની મુલાકાત લઈ પરિક્રમા વાસીઓને પડતી મુશ્કેલી ઓ તથા તેમની જરૂરીયાત વિષે માહિતી મેળવી હતી.

પરિક્રમા વાસીઓ જે જગ્યાએ થી નાવડીમાં બેસી સામે પાર જાય છે તે હોડી ઘાટની મુલાકાત લઈ પરિક્રમા વાસીઓ માટેના રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને વમલેશ્વર ગામ લોકો સાથે બેસી પરિક્રમાવાસી ઓની ધર્મશાળાનો નકશો તૈયાર કરી રસ્તો અને ધર્મશાળા વહેલી તકે બને તેવી તજવીજ હાથ ધરવા સૂચના આપી હતી. ગામ લોકો સાથે ચર્ચા કરી ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ ગ્રામજનો અન્ય પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપી હતી.

આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભાગોડા, ટી.ડી.ઓ વી. જી.નાઈક, હાંસોટ મામલતદાર જે.એચ.રાઠવા,સર્કલ ઓફિસર ભરત પટેલ, ભરૂચ જિલ્લા મહામંત્રી મારૂતિ અટોદરીયા તથા તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ તથા ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે પરિક્રમા માર્ગ અને હોડી ઘાટ મુલાકાત જિલ્લા કલેક્ટર લીધી હતી. તસવીર-હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...