તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • ગડખોલની અમૃતા એકેડમીમાં શિક્ષકે છાત્રાને મારતા ટોળાએ શિક્ષકને ફટકાર્યો

ગડખોલની અમૃતા એકેડમીમાં શિક્ષકે છાત્રાને મારતા ટોળાએ શિક્ષકને ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ગડખોલ ગામે આવેલી અમૃતા એકેડમીમાં શિક્ષકે છાત્રાને માર મારતાં ઉશ્કેરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરવાની સાથે શિક્ષકને માર માર્યો હોવાની ઘટના બની હતી. ઇજાગ્રસ્ત છાત્રા તથા શિક્ષકને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસે દોડી આવી મામલો થાળે પાડયો હતો.

અંદાડાની શ્યામ નગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ શીવાભાઈ વસાવા અમૃતા એકેડમી ખાતે સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ છે. સવારે ૧૧ વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હોય તેઓ છોડાવવા વચ્ચે પડયાં હતાં. દરમિયાન તેમણે ફૂટપટ્ટી અંજલિ નામની વિદ્યાર્થીનીને મારી હતી. જેને લઇ વિદ્યાર્થીનીએ ધરે જાણ કરતા વાલીઓ ...અનુસંધાન પાના નં.2

તેમજ અન્ય લોકો સ્કૂલ ઉપર ઉપર દોડી આવ્યા હતાં.

તેમણે શિક્ષક મહેન્દ્રભાઈ વસાવાને માફી માંગવાની તથા શાળા સંચાલકો શિક્ષક સામે પગલાં ભરે તેવી માંગણી કરી હતી. દરમિયાન ટોળાએ શિક્ષકને માર મારી તોડફોડ શરૂ કરી દીધી હતી. બનાવ અંગે શહેર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ અમૃતા એકેડમી સ્કૂલ ખાતે દોડી આવ્યા હતાં. હાલ શિક્ષક અને છાત્રા બંને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે. પોલીસ દ્વારા બને પક્ષ સાંભળી ફરિયાદ લેવાની તજવીજ આરંભી હતી.

ગડખોલની અમૃતા એકેડમીમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ મચાવી હતી. તસવીર-હર્ષદ મિસ્ત્રી

શિક્ષકને માફી માગવા જણાવ્યું હતું
મારી બહેન શિક્ષકે ફૂટપટ્ટીથી માર મારતા તેણે મને જાણ કરી હતી જે લઇ શાળા જઇ શિક્ષકને માફી માગવા માગ કરી હતી. શિક્ષકે બીભત્સ ગાળો પણ આપી હતી કોઈજ એક્શન શાળા સંચાલક દ્વારા લીધા નથી. પોલીસને જાણ કરી છે. શાળામાં તોડફોડ અમે નથી કરી ટોળાએ કરી છે. સન્ની સીંગ, ઘાયલ વિદ્યાર્થીનીનો ભાઈ

વિદ્યાર્થીઓ ધમાલ કરતા હતા
શાળા વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ ઝગડો કરી રહ્યા હતા જેમને રોકવાની કોશિશ કરતા કોઈજ સાંભળતું ના હતું. મેં માત્ર એક ફૂટપટ્ટી વિદ્યાર્થીની મારી હતી. જેને લઇ તેના વાલીઓ અને ટોળા શાળા પર દોડી આવી અભદ્ર વર્તન કરી મને માર માર્યો છે. આ બાબતે પોલીસ જાણ કરી ફરિયાદ આપી છે. મહેન્દ્ર વસાવા, શિક્ષક અમૃતા એકેડમી.

વિદ્યાર્થીની અને શિક્ષક બંનેને ઇજા ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ મચાવી
અન્ય સમાચારો પણ છે...