અમરાવતી બ્રિજ પર રોંગ સાઈડથી આવતો ટેમ્પો ST સાથે અથડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર અમરાવતી બ્રિજ પર રોંગ સાઈડ આવી રહેલા થ્રિ વહીલ ટેમ્પો અને એસ.ટી.બસ વચ્ચે અકસમાત હાઇવે જામ સર્જાયો હતો. બસ ચાલકની કુનેહતા લઇ ટેમ્પો નદી ખાબતા બચ્યો હતો. ટેમ્પા ચાલકને ઇજા પહોંચી હતી. હાઇવે પર થયેલ અકસમાતને લઇ વાલિયા અને રાજપીપલા ચોકડી પર ટ્રાફિકજામ થયો હતો.

અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અમરાવતી બ્રિજ પર બુધવાર બપોર ના સુમારે નાઇટ્રેટ એસિડ ભરી રોંગ સાઈડ તરફ ટેમ્પો આવી રહ્યો હતો જે સામે અંકલેશ્વર તરફ એસ.ટી.બસ આવી રહી હતી બંને સામ સામે ભટકતા થ્રિ વહીલ ટેમ્પો બ્રિજ થી નીચે પડતા પડતા બચી ગયો હતો.

બસ ચાલક સુઝબુઝ વાપરી બ્રેક મારતા ટેમ્પો સાઈડ આડસ પર અટકી ગયો હતો. પરંતુ ટેમ્પામાં ભરેલ નાઇટ્રેટ એસિડ ખાડી ઢોળાયું હતું. અકસમાતના પગલે ત્રાફિક વ્યવહાર ખોલાવતાં તેની અસર સીધી રાજપીપલા ચોકડી તમેજ વાલિયા ચોકડી પર પડતા ચોકડી તમામ માર્ગો પર વાહનો લાંબી કતારો લાગી હતી. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ટેમ્પા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અમરાવતી બ્રિજ પર ટેમ્પો અને ST વચ્ચે અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...