સિલુડી ચોકડીએ ઉભેલી ટ્રકની પાછળ બીજી ટ્રક અથડાતાં 2ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરથી મહારાષ્ટ્રમાં જતા એકજ કંપનીના બે ટ્રક રાત્રીના એક ટ્રકનો ચાલક સિલુડી ત્રણ રસ્તા નજીક નેત્રંગ રોડ પર વણાંક પર ઉભી રાખી ચા પીવા જતા પાછળથી આવતા બીજા ટ્રકના ચાલકને આગળ ઉભેલી ટ્રક સામેથી આવતા વાહનોની લાઈટોથી આંખ અંજાઈ જતા અથડાય ગઈ હતી.જેમાં પાછળની ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર ફસાય ગયા હતાં.

ટ્રકની કેબીનમાં અકસ્માતની જાણ થતા લોકો આજુબાજુમાંથી દોડી આવી મદદ કરી ફસાયેલા ડ્રાઈવર ક્લીનરને બહાર કાઢી સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઈ ગયા હતા.

રાજકોટથી એકજ ટ્રાંસપોર્ટ કંપનીની બે ટ્રક એકમાં પાવડર અને બીજામાં ડુંગળી ભરી બેંગ્લોર જતા હતા.હાઈવે નંબર 48 પરથી અંકલેશ્વર થઈને નેત્રંગ જતા ટ્રકને વાલિયા સિલુડી ત્રણ રસ્તા પર આવેલ વણાંક નજીક આગળ ડુંગળી ભરીને ચાલતી ટ્રકના ચાલકે ઉભી રાખતા પાછળ ચાલતી ટ્રકના ચાલકે અથાડતાં અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...