• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરમાં ટેન્કરમાંથી એસિડ લીક થતાં આવિષ્કાર કેમિકલ સામે ફરિયાદ

અંકલેશ્વરમાં ટેન્કરમાંથી એસિડ લીક થતાં આવિષ્કાર કેમિકલ સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર વાલિયા ચોકડી પર ગત સાંજે એસિડ ભરેલ ટેન્કરનો વાલ્વ તૂટી જતા જાહેરમાં એસિડ ધોળાવાની સાથે તીવ્ર વાસ ફેલાઇ હતી. જીપીસીબી તેમજ પોલીસ ટીમ દ્વારા ડ્રાઈવર ક્લીનરની પૂછપરછ કરતા તેમણે ટેન્કરમાં કેમિકલ કયાંથી ભર્યું તેની માહિતી આપી ન હતી.

બાદમાં ટેન્કર ચાલકે આવિષ્કાર કેમિકલનું નામ આપતા જીપીસીબી દ્વારા કંપની તેમજ ટેન્કર ચાલક ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ અરજી આપી હતી. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સુરક્ષા સાધનો અભાવ તેમજ જર્જરિત ટેન્કર એસિડ જેવા અત્યંત જોખમી કેમિકલનું પરિવહન કરવા બદલ ટેન્કર ચાલક અને કંપની સંચાલક વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...