અંકલેશ્વરમાં ટેન્કરનો વાલ્વ તૂટી જતાં એસિડ લીકેજ થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર | અંકલેશ્વર વાલીયા ચોકડી પર ટેન્કરમાંથી એસીડ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. વડોદરા તરફથી આવી રહેલ ટેન્કરમાંથી અચાનક સ્પેન્ટ એસિડ વાલ્વ માંથી લીકેજ થયું હતું. ટેન્કર ચાલકએ ટેન્કર વાલિયા ચોકડી એપ્રોચ રોડ પર લાવી ઉભી કરી દીધું હતું. જેમાં ટેન્કર વાલ્વ જ તૂટી ગયેલો નજરે પડયો હતો વાલ્વમાંથી એસિડ રોડ પર વહેવા લાગતાં તીવ્ર વાસ ફેલાઇ હતી. સ્થાનિક રહીશો દ્વારા ડીપીએમસીને જાણ કરવામાં આવતા ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટેન્કરનો વાલ્વનો ભાગ ભારે જહેમતે બંધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...