અંકલેશ્વરના રાજપીપળા રોડ પર સફાઇના અભાવે કચરાના ઢગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતનું રાજપીપલા રોડ પર આવેલ સોસાયટી વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન જોવા મળી રહ્યું છે. પટેલ નગર થી લઇ સૌરભ સોસાયટી સુધી કચરાની ભરમાર જોવા મળી રહી છે.આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં રોગચાળાની ભિતી સેવાઇ રહી છે.

અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ પટેલ નગર, ભાવના ફાર્મ, સોનમ સોસાયટી, સૌરભ સોસાયટી, સોરમય સોસયાટી, વંસત વિહાર સોસાયટી સહીતનો વિસ્તારમાં રોડની બાજુમાં હજારો ટન કચરો જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર વર્ષમાં માંડ એકવાર સફાઈ કરવામાં આવતી હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. ગટર તથા વરસાદી પાણીના નિકાલ ની કોઈજ વ્યવસ્થા નથી. વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પર દબાણો કરી દેવાયાં છે.

સોનમ સોસાયટીના હરિશંકર શર્માએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં માંડ વર્ષમાં એક વાર સફાઈ થાય છે. પંચાયત સભ્યો જોવા સુધ્ધાં આવતા નથી, ગંદા પાણીને લઇ રોગચાળો વકરવાની સ્થિતિ ઉદ્દભવી છે. વસંત વિહાર સોસાયટીમાં રહેતા મમતાબેન પાંડેએ જણાવ્યું હતું કે 20 વર્ષ થી રહું છું પણ પાણી સુવિધા તો દૂર અહીં સફાઈ પણ કરવામાં આવતી નથી એટલુંજ નહિ સરપંચ કે સભ્ય અમારા વિસ્તારના કોણ છે તે પણ ખબર નથી માત્ર મત લેવાના સમયે દેખાય બાદ આજદિન સુધી જોવા સુધ્ધાં આવ્યા નથી. વહીવટી તંત્ર પણ અમારા પ્રત્યે અનદેખી કરી રહ્યું છે.

અંકલેશ્વરના રાજપીપળા રોડ પર સફાઇના અભાવે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. તસવીર : હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...