તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં દારૂ સાથે મહિલા ઝડપાઈ : બૂટેલગર ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરની પાશ્વનાથ સોસાયટીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પોલીસે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે દારૂનો જથ્થો રાખનાર કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. શહેર પોલીસે 38 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસએ શીલાબેન પરભુ વસાવાના પાશ્વનાથ સોસાયટીમાં આવેલ મકાન નંબર A 143માં દરોડા પાડતા ઈંગ્લીશ દારૂ હતો. પોલીસે સ્થળ પર થી સુશીલાબેન વસાવાની ધરપકડ કરી 38 હજાર 800ની કિંમતની વિદેશી દારૂની 276 નંગ બોટલ જપ્ત કરી હતી. ઝડપાયેલ સુશીલા વસાવાની સઘન પૂછપરછ કરતા આ ઈંગ્લીશ દારૂનો જથ્થો કસ્બાતીવાડમાં રહેતા સુજાત ખાન બસીર ખાન પઠાણ પાસેથી ખરીદેલ હોવાનું જણાવ્યું હતું. જોકે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી ફરાર બુટલગેરને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...