Home » Daxin Gujarat » Bharuch District » Ankleshwar » Ankleshwar - અંકલેશ્વરમાં નિદાન અને માર્ગદર્શન કેમ્પનો 65થી વધુ લોકોએ લાભ લીધો

અંકલેશ્વરમાં નિદાન અને માર્ગદર્શન કેમ્પનો 65થી વધુ લોકોએ લાભ લીધો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:01 AM

શિરોયા સ્પાઇનેટિક્સ અને દિવ્યભાસ્કરનું આયોજન : રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો સહયોગ સિટી રિપોર્ટર| અંકલેશ્વર :...

  • Ankleshwar - અંકલેશ્વરમાં નિદાન અને માર્ગદર્શન કેમ્પનો 65થી વધુ લોકોએ લાભ લીધો
    અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ગટ્ટુ વિદ્યાલય ખાતે દિવ્ય ભાસ્કર અને સીરોયા સ્પાઈનેટીક્સના ઉપક્રમે આયોજીત નિદાન અને માર્ગ દર્શન કેમ્પમાં દર્દીઓને તપાસી રહેલા નિષ્ણાંત ડોક્ટરો.

    તબીબો તરફથી યોગ્ય માર્ગદર્શન મળ્યું

    અંકલેશ્વરમાં કમર અને સાંધાના દર્દો માટે આયોજીત કેમ્પનો લાભ લીધો છે. તબીબોએ શાંતિપુર્વક બિમારી વિશે જાણકારી મેળવી હતી અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પ મારા માટે ઉપયોગી સાબિત થયો છે. આવા કેમ્પ યોજાતા રહેવા જોઇએ. નીલાબેન પટેલ, રહેવાસી, અંકલેશ્વર

    કેમ્પમાં હાજર રહેલા તબીબો

    ડો. અરવિંદ શિરોયા(એમ.એસ.ઓર્થો.)

    ડો. કિરણ જયસ્વાલ (ડી. ઓર્થો, એમડી. પેઈન ફિઝિશ્યન)

    ઘણી સારી સુવિધાઓ પ્રાપ્ત થઇ છે

    કેમ્પમાં એક જ સ્થળે સારી સુવિધાઓ મળી છે. આયોજન ઘણું સારૂ છે. તબીબો તરફથી તપાસ કરી રોગ વિશે પુરતી માહિતી આપવામાં આવી છે. કેમ્પનો લાભ લેવાથી અમને ઘણો સંતોષ છે. રીટાબેન ભગત, રહેવાસી, અંકલેશ્વર

    નાના શહેરોમાં કેમ્પ આવકારદાયી પગલું છે

    અંકલેશ્વર જેવા નાના શહેરોમાં નિષ્ણાંત તબીબો નહિ હોવાથી અન્ય મોટા શહેરોમાં જવું પડતું હોય છે. સાંધા અને કમરના દર્દો માટે આયોજીત કેમ્પમાં આવીને સારૂ લાગ્યું છે. તબીબોએ યોગ્ય રીતે તપાસ કરી જરૂરી નિદાન પણ કર્યૂં છે. ગીરીજા શંકર જોષી, રહેવાસી, અંકલેશ્વર

    ભરૂચમાં યોજાયેલા કેમ્પમાં ગયાં હતાં

    મારી ઉમંર 52 વર્ષની છે. મારા ઘુંટણમાં કાયમ દુખાવો રહે છે. પહેલા ભરૂચમાં આયોજીત કેમ્પમાં પણ ગયા હતાં જયાં તબીબોનું માર્ગદર્શન યોગ્ય લાગતા આજે અંકલેશ્વરમાં આયોજીત કેમ્પમાં આવ્યાં છે. એકદમ સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ફરીદાબીબી, રહેવાસી, અંકલેશ્વર

    શસ્ત્રક્રિયામાં હવે રીજનરેટીવ મેડીકલ વપરાઇ છે

    મેડીકલ સાયન્સમાં નવી ટેકનોલોજીનો આવિષ્કાર થઇ રહયો છે. ખાસ કરીને હવે ઘુંટણ અને હાડકાના દર્દો અને શસ્ત્રક્રિયામાં રીજનરેટીવ મેડીકલનો વપરાશ થાય છે. લોકોને નવી ટેકનોલોજી અંગે જાણકારી મળે તથા રોગનું સચોટ નિદાન અને ઉપચાર થાય તે માટે ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં કેમ્પ યોજવામાં આવ્યો છે. ડૉ. અરવિંદ શિરોયા, ઓર્થોપેડીક સર્જન, સુરત

    હાડકા નબળા હોવાથી નાની ઇજા પણ જોખમી બને છે

    હાડકા નબળા હોવાથી નાની ઇજામાં પણ ફ્રેકચર અને મણકા ખસી જતાં હોય છે. હાડકા તથા કમરના દર્દોની તપાસ નિષ્ણાંત તબીબો પાસે કરાવવાનો આગ્રહ રાખવો જોઇએ. જુનવાણી ઉપચારથી ગાદીને નુકશાન થવાની શકયતાઓ વધારે રહેલી છે. ડો. કિરણ જયસ્વાલ, પેઈન ફિઝિશ્યન, સુરત

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ