Home » Daxin Gujarat » Bharuch District » Ankleshwar » Ankleshwar - અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર રમતા છ ઝડપાયાં

અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર રમતા છ ઝડપાયાં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:01 AM

પોલીસે 49 હજારનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

  • Ankleshwar - અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર રમતા છ ઝડપાયાં
    અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળીયામાં આંકડાનો જુગાર રમતા 6 જેટલા જુગારીયાઓને ઝડપી પાડી કુલ 49 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસ સૂત્રીય માહિતી મૂજબ અંકલેશ્વર શહેર પોલીસને તાડ ફળિયામાં વિજય વસાવા આંકડાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા આંકડાનો જુગાર રમતા સલીમ ઇબ્રાહિમ શેખ,ઇકબાલ ગુલામ શેખ ,શબ્બીર કરીમ દીવાન,કમલેશ પટેલ,હિમાંશુ પરમાર,અને વસંત વગીલાને રંગે હાથે ઝડપી પાડયા હતા.પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 30 હજાર મળી કુલ 49 હજાર નો મુદ્દામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ