તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં શ્રી કૃષ્ણ પ્રેમાંમૃત સેમિનાર-2 યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર ના ડાયમંડ થિયેટર ખાતે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ યુવા ગૃપ દ્વારા પૂ.પા.ગો.108 શ્રી વલ્લભકુળ આચાર્યશ્રી અનિરુદ્ધલાલજી મહોદયની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી કૃષ્ણ પ્રેમાંમૃત સેમિનાર-2 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રીજી હિરેન ભટ્ટ ઉપલેટાવાળાએ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર પર મનનીય કથા દ્રષ્ટાંતો સાથે સાથે કૃષ્ણલીલાઓનું રસપાન કરાવ્યું હતું.

રાઘવલ્લભ મંદિર ખાતે ફૂલોના હિંડોળા દર્શન
અંકલેશ્વર પંચાટીબજાર રાઘવલ્લભ મંદિર ખાતે શ્રાવણમાસ અનુલક્ષીને ફૂલોના હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. પ્રાતઃ દર્શન અને આરતીમાં પણ ભાવિક ભકતો ઉમટી રહયાં છે.

જંબુસરના ટંકારી ગામમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ટકારી બંદર ગામમાં નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂખણ પરિવાર નામથી પણ ગામને અોળખવામાં આવે છે. મગનભાઇ સોલંકી પણ જંબુસર તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓથી જોડાયેલા હતા જેઓને આજે પણ પ્રજા યાદ કરે છે કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાડી પુર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં જંબુસરના કોંગ્રેસ ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, કંબોઇના મહંત વિદ્યાનંદ જી મહારાજ, માજી સરપંચ ઇલિયાસ પટેલ ,ડોક્ટર હરદીપસિંહ સિંધા, ભરતસિંહ પરમાર તેમજ ધીરજ હોસ્પિટલ વાઘોડિયાના ડોકટરો તથા સ્ટાફ હાજર રહયો હતો.

ગોવર્ધન નાથજી હવેલી ખાતે મકાઇના હિંડોળા
અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓને શોર્ટ ફીલ્મ બતાવાશે
અંકલેશ્વર જીઆઇડીસી સ્પોટ્સ સંકુલ ખાતે આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટરમાં જુનિયર કેજી થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વિષયોને લગતી શોર્ટ ફિલ્મ બતાવામાં આવશે. એક સપ્તાહ સુધીમાં જીઆઇડીસી વિસ્તારની વિવિધ સ્કૂલોના 7000 થી વધુ વિદ્યાર્થીઓ નિહાળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદઘાટન સમારંભમાંજશુભાઈ ચૌધરી, એફ.એન.આઈ.મુંબઈના એડમીન ઓફિસર રાજેશ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના સમડી ફળીયા સ્થિતિ ગોવર્ધન નાથજીની હવેલી ખાતે શ્રાવણ માસ અનુલક્ષીને વિવિધ હિંડોળા દર્શનના કાર્યક્રમ યોજાવમાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે ગત રોજ મકાઈના હિંડોળા દર્શન યોજાવામાં આવ્યા હતા જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ ઉઠાવ્યો હતો.

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ
ભરૂચના સંસ્કૃતિ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્રય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંગલાપાર્ક સોસાયટી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશ પટેલ સહિત તમામ સભ્યો હાજર રહયાં હતાં. સોસાયટીના રહીશોએ ગણપતિની માટીની મુર્તિની સ્થાપના કરી પર્યાવરણના રક્ષણનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

ભરૂચમાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરાઇ
સાંપ્રત સમયમાં યુવાવર્ગમાં ફોટોગ્રાફીનો ક્રેઝ વધી રહયો છે ત્યારે ભરૂચમાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે શહેરના ફોટોગ્રાફરોએ એકત્ર થઇ બાઇક રેલી યોજી હતી. તેમણે એકબીજાના ફોટોગ્રાફી દિવસની શુભેચ્છાઓ આપી હતી.

ભરૂચના બ્રહમકુમારીઝ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી
ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહમકુમારીઝ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. બ્રહમકુમારીઝ પ્રભાદીદીએ ઉપસ્થિત રહી આર્શીવચન આપ્યાં હતાં. તેમણે રાખડીને ઇશ્વરના પ્રેમના બંધન સમાન ગણાવી હતી. મોટી સંંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી.

ભરૂચની ડીપીએસ સ્કૂલમાં સ્વાતંત્ર્યદિન ઉજવાયો
ભરૂચમાં આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલ ખાતે સ્વાતંત્ર્યદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઇપીએફઓ ઓમ્લોયના પ્રમુખ સુનિલ કુમાર સિંઘ રાઠોડ ઉપસ્થિત રહયાં હતાં. શાળાના આચાર્ય મનોજ સરીને વિદ્યાર્થીઓને દેશ માટે કુરબાની આપનારા શહિદો અંગે માહિતી અાપી હતી. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભરૂચમાં જેસીઆઇ દ્વારા પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ
ભરૂચમાં જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પ્રતિભા શોધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરની 18 શાળાના કુલ 3,500 છાત્રોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઅો રાજય તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે. સ્પર્ધકોને જેસીઆઇ તરફથી ભેટ-સોગાદ અાપવામાં આવી હતી. મોનાલી સોનીએ સમગ્ર સ્પર્ધાનું સંકલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...