તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • દિલ્હીમાં બંધારણ સળગાવનારાઓ સામે પગલાની અંકલેશ્વરના દલિત સમાજની માંગ

દિલ્હીમાં બંધારણ સળગાવનારાઓ સામે પગલાની અંકલેશ્વરના દલિત સમાજની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 મી ઓગસ્ટ 2018ના રોજ દિલ્હી જંતર મંતર ખાતે જાહેરમાં મનુવાદી તત્વો દ્વારા ભારતીય બંધારણને સળગાવી દીધું હતું તેમજ ભારત રત્ન અને સંવિધાનના રચેતા એવા ડૉ. બાબા સાહેબ આંબેડકર વિષે અપમાનજનક અપશબ્દો અને નારેબાજી કરી હતી.

આ ઘટનાને લઇ એસ.સી. એસ.ટી , ઓબીસી અને માયનોરીટી સમાજને ઠેસ પહોંચી છે. આવા અસામાજિક તત્વોએ ભારતની એકતા અને અખંડિતા તોડવાનો પ્રયાસ કર્યો છે અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનું ધૃણાસ્પદ કૃત્ય કર્યું છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માગ કરતુ આવેદન પત્ર અંકલેશ્વર શહેર તાલુકા દલિત સમાજ દ્વારા શહેર પોલીસ મથકે આપવામાં આવ્યું હતું.

સંવિધાન સળગાવનારા શખ્સો સામે કાર્યવાહીની માંગ સાથે દલીત સમાજના આગેવાનોએ શહેર પોલીસ સ્ટેશને આવેદન પત્ર આપ્યું હતું. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...