• Gujarati News
  • પંડવાઇ સુગરના સભ્યોને ગેરલાયક ઠરાવવાની રીટ ફગાવાઇ

પંડવાઇ સુગરના સભ્યોને ગેરલાયક ઠરાવવાની રીટ ફગાવાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંડવાઈસુગરની વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ગેરલાયક ઠેરવતી કરવામાં આવેલી પીટીશનને હાઇ કોર્ટ રદ કરી દીધી હતી. ચૂંટણી પૂર્વે પંડવાઈ સુગરની વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવતી પરિવર્તન પેનલના સભ્ય અને કોંગી અગ્રણી મગન પટેલ દ્વારા વર્તમાન વ્યવસ્થાપક કમિટીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ અને કમિટીના તમામ સભ્યોનેગેરલાયક ઠરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં એસ.સી.એ.8093/ 15 દાખલ કરવામાં આવી હતી. નામદાર હાઇકોર્ટ દ્વારા પીટીશન સંદર્ભમાં તમામ પક્ષને સાંભળ્યા બાદ રદ કરવામાં આવી હતી.તદુપરાંત એલ.પી.એ 901/15 દાખલ કરી વર્તમાન બોર્ડ સામે 76(બી) કલમ હેઠળ કાર્યવાહી કરવા ગેરલાયક ઠરાવવા ફરી દાદ માદવામાં આવી હતી જેને પણ હાઇકોર્ટ દ્વારા 7 મી મે ના રોજ ફગાવી દેવામાં આવી હતી.ગત રોજ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉમેદવાર વિનોદ ખુશાલ પટેલના ફોર્મ રદ કરવાના મુદ્દે હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના નિર્ણયને માન્ય રાખવાનો હુકમ કર્યો હતો .

અંકલેશ્વર