ગુજરાત એગ્રોકેમનું વીજ અને પાણીનું જોડાણ કપાયું
GPCBનાતેમજ પર્યાવરણના ધારાધોરણોને નેવે મૂકી પ્રદૂષણ ફેલવતા તત્વોને તંત્રની કડકાઈનો વધુ એક પરચો મળ્યો છે.ગત તારીખ 21મી ના રોજ ગુજરાત એગ્રોકેમ કંપનીને GPCB દ્વારા આપવામાં આવેલા ક્લોઝર અનુસાર કંપની વીજ નિગમ અને નોટીફાઈડ વિભાગે પાણી અને વીજ કનેકશન કાપી નાખ્યા હતા. અંકલેશ્વરની GPCB પ્રાદેશિક કચેરીના ઓફિસર એ.વી.શાહના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ દ્વારા પર્યાવરણના ધારાધોરણોના તેમજ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર