અંકલેશ્વરમાંથી બે મોટરસાયકલની ઉઠાંતરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનીખરોડ ગામ તેમજ નીલેશ ચોકડી વિસ્તારમાંથી બે મોટરસાયકલની ઉઠાંતરી થતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ આરંભી હતી. પ્રાપ્ત પોલીસ વિગતો અનુસાર ખરોડ ગામે રહેતા ઇમરાન વડીયાની મોટરસાઇકલ ગઇ રાત્રીના ઘર આંગણેથી તસ્કરો ઉઠાવી ગયા હતા.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ને અડીને આવેલી નીલેશ ચોકડી બ્રીજ પાસેથી સદામ સલીમ મોટરસાઇકલ પાર્ક કરીને નજીક કામ અર્થે ગયા હતા. દરમિયાનમાં વાહન ચોર ટોળકી તેને ઉઠાવી ગઈ હતી. તાલુકા તેમજ જી.આઈ.ડી.સી પોલીસે બંને બાઇક માલિકોની અરજીના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...