અનોખો પ્રેમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાદ્ધ નહીં બારેમાસ કાગને વાસ નાંખતો પ્રહ્લાદ

સામાન્ય:શ્રાદ્ધપક્ષ શરૂ થતા આપણે કાગડાઓને વાસ નાખવા નોંતરીએ છીએ પરંતુ અંકલેશ્વરમાં છેલ્લા 10 વર્ષથી પિતૃઓના પ્રતિનિધિ એવા કાગડાને બારેમાસ અન્નદાન કરવી પ્રહલાદ રાવલ નામનાં યુવાને કાગ મિત્ર અને પ્રેત સરકાર તરીકેની ઓળખ નગરજનોમાં મેળવી છે.

શાસ્ત્રોમાં કાગડાને પિતૃઓના પ્રતિનિધિ ગણ્યો છે.કાગડાને કાગબલી આપ્યા સિવાય શ્રાદ્ધ વિધિ પૂરી થયેલી મનાતી નથી.પિતૃને તર્પણ પહોચાડવા માટે આજનો માનવી માત્ર શ્રાદ્ધ પક્ષમાં માત્ર 15 દિવસ કાગડાને બ્રહ્મભોજન આપે છે.ત્યારબાદ હડધૂત કરે છે.પરંતુ આવા સમયમાં પણ અંકલેશ્વરનો પ્રહલાદ રાવલ એવા છે કે તેને પિતૃભક્ત કહો કે કાગડાનો મિત્ર બારેમાસ તે સવાર પડે કે ઘરે અને ત્યાર બાદ હોટલ પર અને અંતે નર્મદા તટે જઈ કાગડા અને અન્ય પશુપક્ષીઓની સાથે નાસ્તો કરે છે.

ભડકોદ્રાના અને શહેર બસ ડેપો સામે હોટલ ચલાવતા પ્રહલાદ રાવલ જેને સમગ્ર અંકલેશ્વર કીકાભાઈ અને પ્રેત સરકારના નામે ઓળખે છે.છેલ્લા દશ વર્ષથી સવારે પ્રથમ ઘરે ત્યારબાદ હોટલના ઢાબે અને નર્મદા કિનારે ભૂંડી અને ગઠીયા બિસ્કિટ ખાવા માટે અસંખ્ય કાગડાઓ તેમની રાહ જોતા બેઠા હોય છે.જો તેઓ ના દેખાય કાગારોળ કરી મૂકે છે.આવતા તેમની આજુબાજુ ટોળું વળી જાય છે. તેમના હાથમાં રહેલી ખાદ્ય વસ્તુ ફટાફટ આરોગવા માંડે છે. કાગડા ઉપરાંત કાબર કુતરા અને નર્મદા કિનારે માછલી પણ તેમની પ્રતિક્ષા કરતી હોય છે.સવારનો નાસ્તો કે રાત્રી ભોજન કહો કાગડા તેમની આસપાસ ગોઠવાઇ જાય છે.તેમનો નિત્ય ક્રમ છેલ્લા દશ વર્ષથી છે. તેમની પિતૃ ભક્તિ કહો કે પછી કાગડા સાથે મિત્રતા આજે જગજાહેર છે. બાળકો તો આજેય તેમને કાગડાવાળા કાકા તરીકે ઓળખે છે.

દશ વર્ષ પૂર્વે નર્મદા કિનારે માછલીને લોટ ખવડાવા આવતો હતો. લોટ ખાવા માટે એકબે કાગડા પાસે આવ્યા અને પછી તો તેમની સાથેનો નાતો એવો બંધાયો કે સવારે ઘરે હોય કે હોટલ કે પછી નર્મદા કિનારે હોય કાગડાને ભૂંડી ગઠીયા અને બિસ્કીટનું ભોજન આપવાનું નિત્યક્રમ બની ગયો છે.ક્યારેક બહારગામ જવાનું થાય તો કાગડા કાગારોળ કરી મુકે છે. > પ્રહલાદરાવલ :-કાગ મિત્ર

એક િદવસ રહી જાય તો કાગારોળ મચી જાય છે

પ્રેત સરકાર તરીકે ઓળખાતા અંકલેશ્વરના પ્રહલાદ રાવલ 10 વર્ષથી બુંદી ગાંઠીયાનો નાસ્તો કરાવે છે