• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • આદર્શ ગામ | રસ્તા, પાણી, શિક્ષણ, લાઈટની સુવિધા બાદ 40 હજાર એકરમાં સાચાઈ સુવિધા આપવામાં આવશે

આદર્શ ગામ | રસ્તા, પાણી, શિક્ષણ, લાઈટની સુવિધા બાદ 40 હજાર એકરમાં સાચાઈ સુવિધા આપવામાં આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડિયાપાડાતાલુકાના વાંદરી ગામને આદર્શ સાંસદ ગામ યોજના માં સાંસદ અહમદ પટેલ દ્વારા દત્તક લેવાયુ છે ત્યારે જેમાં રસ્તા, પાણી, સિક્ષણ, લાઈટ ની સુવિધા બાદ હવે 40 હજાર એકરને સીચાઈ કરવામાં આવશે. જમીન લેવેલિંગ ચેકડેમ સહિતની કામગીરી જતીન વસાવા અને તેમની ટીમે નિદર્શન કરી જરૂરી રિપોર્ટ અહેમદ પટેલને કરશે.

ભારત ના રાજયસભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલે સરકારની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ નર્મદા જીલ્લા નું પછાત અને અંતરિયાળ એવું વાંદરી ગામ દત્તક લીધું, વાંદરી , ડુમખલ, કણજી, સિંગલ ગભાણા, ચોપડી, કોકમ અને પીપલોદગામો પણ સંકળાયેલાં છે. જે તમામ ગામોની સિકલ બદલવાનો નિર્ણય કર્યો છે ત્યારે તમામ કોંગ્રેસી આગેવાનો કામગીરી માટે ચિંતિત છે.

નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને આઇટી સેલના પ્રમુખ જતીન વસાવા અને પ્રદેશ મંત્રી પરેશ વસાવા, સ્નેહલ વસાવા સહિતની ટીમ હોળી પૂર્વે વાંદરી ગામની મુલાકાત લેવા ગયા હતા. જતીન વસાવા જણાવ્યું હતું કે હોળી પર્વે વાંદરી ગામની મુલાકાત લીધી અમુક જેમની વહીવટી શાખાઓમાં મુશ્કેલીઓ છે જે સાંભળી અને જેનો ઉકેલ કરવા મામલતદાર કે ટીડીઓ સાથે ચર્ચા કરી હલ કરવામાં આવશે.

સાંસદ અહમદ પટેલે વાદરી ગામને દત્તક લીધું : નાંદોદ તા.પં. પ્રમુખે ગામની મુલાકાત લીધી

વાંદરી સહીત 7ગામોની જમીનમાં સિચાઈ સુવિધા અપાશે

નાંદોદ તા.પં. પ્રમુખ તથા તેમની ટીમે વાંદરી ગામની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...