• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • સારવાર | જન્મ વહેલો થઇ જતાં 64 દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં અાવ્યું હતું

સારવાર | જન્મ વહેલો થઇ જતાં 64 દિવસ સુધી સારવાર હેઠળ રાખવામાં અાવ્યું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનીમમતા હોસ્પિટલ ખાતે માત્ર 24 સપ્તાહ અને 1 દિવસે પ્રિ મૉચ્યોર રીતે જન્મેલ બાળકની સારવાર કરી અંતે પરિવારને તેને સામાન્ય બાળક જેવું જીવન આપ્યું હતું.

સુરતના કઠોર ગામે પરણેલ અને અંકલેશ્વર ભાડી ગામ ખાતે પિયર આવેલ આલિયા શેખને પેટમાં ગર્ભ હતું. તેમણે 24 સપ્તાહને 1 દિવસના બાળકને જન્મ આપ્યો હતો જેનું વજન માત્ર 600 ગ્રામ હતું અને કોઈપણ હેલ્ધી બાળકનું વજન 2500 થી 3000 ગ્રામ હોવું જોઈએ. બાળકને આઈ.સી.યુ માં રાખી તેને તબક્કાવાર જરૂરિયાત મુજબ ઓક્સિજન તેમજ ઉપરથી દૂધ અાપવામાં આવ્યું હતુ઼. સમય કરતાં વહેલા જન્મેલા બાળકને સામાન્ય બાળકનું જીવન આપ્યું હતું.

હોસ્પિટલના તબીબ નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે,બાળક જન્મ્યું ત્યારે માત્ર 6 મહિના અને 1 દિવસ હતું. જેનું વજન સામાન્ય બાળકો કરતા 3 ઘણું ઓછું માત્ર 600 ગ્રામનું હતું. જેને 64 દિવસ સુધી સત્તત તબીબી દેખરેખ હેઠળ રાખી વિશેષ કેર લેવામાં આવી હતી જેને લઇ હવે બાળક સામાન્ય બાળક જેવું જીવન જીવી શકશે. આમ, તબીબોની વિશેષ કાળજીના પરિણામે એક બાળકનો જીવ બચ્યો હતો.

6 મહિના અને 1 દિવસે જન્મેલ બાળકનું તે સમયે વજન માત્ર 600 ગ્રામ હતું

અંકલેશ્વરના તબીબે સમય કરતાં વહેલાં જન્મેલા બાળકને નવજીવન આપ્યું હતું. તસવીર-હર્ષદમિસ્ત્રી

અંકલેશ્વરના તબીબોએ નવજાતને બચાવ્યું

અન્ય સમાચારો પણ છે...