તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં કૃત્રિમ કુંડમાં 84 પ્રતિમાઓનું વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમાંપ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ માટે બનાવવામાં આવેલાં કૃત્રિમ કુંડમાં અત્યાર સુધીમાં 84 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. ગણેશજીની સ્થાપના બાદ શ્રધ્ધાળુઓ તેમની માનતાના દિવસો મુજબ વિસર્જન કરી રહયાં છે.

પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી પર્યાવરણને થતાં નુકશાનને અટકાવવા માટે અંકલેશ્વરમાં 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને પીઓપીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન થાય તેના પર ભાર મુકવામાં આવી રહયો છે. ચાલુ વર્ષે અંકલેશ્વર, રાજપીપળા, અને ઝગડીયા અને પાનોલી મળી પાંચ સ્થળે ઇકો કુંડ વિસર્જન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંઅંકલેશ્વર ડીપીએમસી ખાતે ઊભા કરવામાં આવેલ ઇકો કુંડમાં ત્રણ દિવસ માં 84 થી વધુ નાની મોટી મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં ગત વર્ષે 3 સ્થળે ઊભા કરવામાં આવેલા ઇકોકુંડમાં 1800 થી વધુ મુર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. એક દિવસ, ત્રણ દિવસ, અને પાંચ, દિવસની માનતાવાળા ગણેશજી વિસર્જન શરૂ થતાં અત્યાર સુધી ડી.પી.એમ.સી ખાતે 84 થી વધુ મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 01, બીજા દિવસે 23 અને ત્રીજા દિવસે 60 પ્રતિમાઓને કૃત્રિમ જળકુંડમાં વિસર્જિત કરવામાં આવી છે.

વધુ વિસર્જન થાય એવા પ્રયત્ન રહેશે

^ગત વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ લોકોનો સારો સહકાર સાપડી રહ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં 84 થી વધુ મુર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે. અને 10 દિવસ માં ગત વર્ષ કરતાં વધુ મુર્તિનું વિસર્જન થાય તેવા પ્રયત્ન રહેશે. >ડી.એમ.શુકલા, એસ.ડી.એમ અંકલેશ્વર

POPની પ્રતિમાઓ માટે જળકુંડ બનાવાયાં છે

ગણેશ સ્થાપના બાદ માનતા મુજબ વિસર્જન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો