તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના ફલેટમાંથી ~1.28 લાખની ઘરફોડ ચોરી કરી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનેશનલ હાઇવે નંબર 8 પર આવેલી બેનુલ અમીન રેસીડન્સીમાં ફલેટની ખુલ્લી બારીમાંથી પ્રવેશી 1.28 લાખ રૂપિયા રોકડાની ચોરી થઇ છે. મકાન માલિકે કોમ્પ્લેક્ષમાં સફાઈ કરવા માટે આવતી મહિલા સામે શંકાની વ્યકત કરતાં પોલીસે શકમંદ તરીકે મહિલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર નેશનલ હાઇવે નંબર 8 પર તાપી લોજ સામે આવેલાં બેનુલ અમીન રેસીડન્સી શોપિંગ કોમ્પ્લેકસના ફલેટ નંબર 308 માં રહેતા મૂળ યુ.પી.ના મિથિલેશ બ્રહ્મદેવ શ્રીકેરાલ પ્રસાદ તેમના પરિવાર સાથે રહે છે. તેમના ફલેટની ખુલ્લી બારીમાંથી કોઇએ અંદર પ્રવેશ કર્યω હતો અને તિજોરી માંથી રોકડ રૂપિયા 1.28 લાખ તેમજ 550 રૂપિયાનું પરચુરણ અને ચૂંટણી કાર્ડ, તેમજ એ.ટી.એમ કાર્ડ ચોરી કરી હતી.

કોમ્પ્લેકસ માં કામ કરવા આવતી નર્મદાબેન પ્રજાપતિ નામની મહિલા પર મકાન માલિકને શક જતાં તેમને તેની પૂછપરછ કરતા તેને તમે મારા પર ખોટો શક કરી આરોપ મુકો છે. તમને અહીં રહેવા નહીં દેવ તેવી ધમકી આપી ફરાર થઈ ગઇ હતી..આ અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે શકમંદ નર્મદાબેન પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અંકલેશ્વરના એપાર્ટમેન્ટના ફલેટમાં ~1.28 લાખની ચોરી થઇ હતી. તસવીર-હર્ષદમિસ્ત્રી

પોલીસે ફરાર મહિલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં

કોમ્પલેકસમાં કામ કરવા આવતી મહિલા સામે શંકાની સોય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો