તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિરામણ રોડ ભંગાર બની જતાં જવાબદારો સામે પગલાં ભરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજીનવાલા સ્કૂલ થી પીરમણ ચર્ચ સુધીનો માર્ગ બની ને માત્ર બેજ મહિનામાં બીસ્માર બનાતા તપાસ કરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં ભરવાની માગ કરતું આવેદન પત્ર આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી સમિતિ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું.

પ્રાપ્તા માહિતી અનુસાર, તાજેતરમાં બનાવવામાં આવેલા અંકલેશ્વર જીનવાલા સ્કૂલથી પીરમણ ચર્ચ સુધીનો પાકો રોડ બનાવામાં આવ્યો હતો. જે નિર્ધારિત કરેલ સ્પેશીફીકેશન મુજબનું મટીરીયલ નહીં વાપરવાના કારણે માત્ર બેજ મહિનામાં માં રોડ અંદર થી તૂટી ગયો છે. રોડ બનાવવામાં જે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષટાચાર કરેલ હોય તેમાં સમયે તાત્કાલિક તપાસ હાથ ધરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.

રોડ માં ગોબાચારી થયેલ હોય ભીનું સંકેલવાના પ્રયત્નો કરવામાં આવશે તો એસોસિયેશન વતી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી સંસ્થા ના પ્રમુખ ઉર્મિલાબેન ભગત, કામદાર અને દલિત આગેવાન ડી.સી.સોલંકી તથા મુકેશ ભગતએ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભુર્ગભ ગટર યોજનાની કામગીરી વેળા રસ્તો ખોદી નાંખવામાં આવ્યો હતો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. બે મહિના અગાઉ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો પરંતુ ચોમાસાની શરૂઆત થતાં માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જવાની શરૂઆત થઇ ચુકી છે.

બે મહિના પહેલાં બનેલાં રસ્તો ધોવાઇ ગયો

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ દ્વારા આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો