તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વર રાજપીપળા સ્ટેટ હાઇ વે પર ખાડાઓથી વાહનચાલકોને ભારે હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર- રાજપીપળા સ્ટેટ હાઇ-વે પર ખાડાઓથી વાહનચાલકોને ભારે હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરથીરાજપીપળાને જોડતાં સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ચોમાસાની શરૂઆતમાં માર્ગનું ધોવાણ થતાં મોટા ખાડાઓ પડી જતાં વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખરાબ રસ્તાને કારણે ઝઘડીયાથી રાજપારડીનું 10 કીમીનું અંતર કાપતા 1 કલાકનો સમય લાગી રહયો છે.

રાજય સરકાર એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડવા માટે અંકલેશ્વરથી રાજપીપળાને જોડતાં માર્ગને ફોર લેન બનાવવાની વાતો કરી રહી છે બીજી તરફ હયાત માર્ગની મરામત થતી નહિ હોવાથી ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. દર ચોમાસામાં માર્ગ પરના ખાડાઓને હંગામી ધોરણે પુરીને કામગીરી કર્યાનો સંતોષ તંત્ર માણે છે. વરસાદ શરૂ થતાંની સાથે માર્ગ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની જાય છે.

ઝગડીયાથી રાજપારડી વચ્ચે રોડ પર મોટા મોટ ખાડાઓ પડી ગયા છે તંત્રને દેખાતુ નથી. રીપેરીંગ કામ કરવામાં આવતુ નથી. રાજપારડી ઝગડીયા,રાજપીપલા,કરજણ ડેમ,નર્મદા જીલ્લા સાથે જોડાયેલ છે અંકલેશ્વર-રાજપીપલા માર્ગ મુખ્ય છે. હજી ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં માર્ગ ધોવાઇ ગયો છે. રાજપારડી-ઝગડીયા વચ્ચે એટલા મોટા ખાડાઓ પડી ગયા છે કે કે વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને નાના વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.

રાજપીપળા- અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવે છે પણ ગુણવત્તા જળાવાતી નહિ હોવાથી દર ચોમાસામાં રોડ ધોવાઇ જાય છે. ખાડાઓને કારણે ઝગડીયાથી રાજપારડી પહોચતા 1 કલાકથી વઘુ સમય બગડે છે. ઝગડીયા રાજપારડી વચ્ચે ઓવરલોડ ટ્રકો,હાયવા બેફામ ચાલી રહયાં છે જેના કારણે રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. ઓવરલોડ વાહનો સામે પણ તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી જેથી વાહનચાલકોમાં રોષ જોવા મળી રહયો છે. સ્ટેટ હાઇવે પર પડેલાં ખાડાઓ પુરવા માટે તંત્ર કાર્યવાહી કરે તથા લોકોના ચૂંટાયેલાં પ્રતિનિધિઓ પણ આગળ આવે તેવી લોકમાંગ ઉઠી છે. અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અંકલેશ્વર - રાજપીપળા સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. તસવીર-મુકેશશાહ

ઝઘડીયાથી રાજપારડીનું 10 કિ.મીનું અંતર કાપતા વાહનચાલકોને 1 કલાક લાગે છે

ચોમાસા પહેલાં ખાડાઓ પુરવામાં આવે છે અને વરસાદમાં ધોવાઇ જાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો